Homeગુજરાતઅમદાવાદપ્રેમીકાને મોજશોખ કરાવવા કર્મચારીએ માલિકને જ 44 લાખમાં ધોઈ નાખ્યો

પ્રેમીકાને મોજશોખ કરાવવા કર્મચારીએ માલિકને જ 44 લાખમાં ધોઈ નાખ્યો

-

Ahmedabad News : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટ થતી હોય તેવી ઘટનાનો સામે આવતી રહે છે, પણ આ વખતે કંઈક અલગ ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના એક જાણીતા આંગડિયા પેઢીના કર્મચારીઓએ પોતાના જ માલિકને છેતરીને માલિકને લૂંટી લીધા હતા. ત્યાર બાદ આંગડિયા પેઢીના માલિકે અમદાવાદના નવરંગપૂરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ નવરંગપૂરા પોલીસ દ્વારા આ લૂંટના બે આરોપીઓને પકડી લીધા છે.

આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદના સીજી રોડ ઉપર આવેલા એમ.કે. એન્ટરપ્રાઇઝ (M. K. Enterprise) નામની આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારી રવિ વાળંદ નામના વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડ (girlfriend)ને લઈને રાજસ્થાન ફરવા જવું હતું અને મોજશોખ કરવા હતા, પરંતુ તેની પાસે પૈસા ન હતા. જેના કારણે તેણે પ્લાનિંગ કરીને પોતાના મિત્ર જીતેન્દ્ર સાથે મળીને અમદાવાદના કાલોલના વિસ્તારમાં આવેલા પી.એમ. આંગડિયા પેઢીમાં 44 લાખનો ખોટો હવાલો પાડીને લૂંટ ચલાવી હતી.

વધુ વાંચો- રાજકોટના આ ટ્રસ્ટની ફરાળી પેટીસ તો નથી ખાધીને ?…

ત્યાર બાદ આરોપી રવિ વાળંદ પોતાના બે મિત્રો જીતેન્દ્ર અને વિજય સાથે મળીને કલોલમાં પી.એમ. આંગડિયા પેઢીમાં પૈસા લેવા ગયા હતા. જોકે પી.એમ. આંગડિયા પેઢીમાં CCTV લાગેલા હોવાના કારણે તેમણે CCTVમાં કેદ થઈ ગયા હતા. નવરંગપુરા પોલીસ દ્વારા આ CCTV ફૂટેજના આધારે તપાસ કરતાં સામે આવ્યું હતું કે રવિ વાળંદ આંગડિયા પેઢીની બહાર ગાડીમાં બેસી રહ્યો હતો અને તેના મિત્રો જીતેન્દ્ર અને વિજયને અંદર પૈસા લેવા મોકલ્યા હતા. CCTV ફૂટેજના આધારે પોલીસે જીતેન્દ્ર અને વિજયની ધરપકડ કરી હતી, પરંતુ રવિ વાળંદ પકડાયો ન હતો.

ત્યાર બાદ પોલીસને જાણવા મળ્યું કે રવિ વાળંદ લૂંટના મોટા ભાગના પૈસા લઈને પોતાની ગર્લફ્રેન્ડને લઈને રાજસ્થાન ફરવા (fun with his girlfriend in Rajasthan) જતો રહ્યો હતો અને રાજસ્થાનમાં તેણે લૂંટના પૈસા મોજશોખમાં ઉડાવી દીધા હતા. હાલ પોલીસે જીતેન્દ્ર અને વીજયની ધરપકડ કરી છે. લૂંટમાં મળેલા પૈસામાં તેમનો ભાગ હતો કે નહીં ? અને જો હતો તો તેમણે આ પૈસાનું શું કર્યું તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.

વધુ વાંચો- મોરબીના મોલમાં પુત્રને માર માર્યા વિડીયો ફૂટેજ જોઈ આઘાત લાગતા પિતાનું મોત: આક્ષેપ

Must Read