Homeગુજરાતગીર સોમનાથદારૂ ઘુસાડવાનો ગજબનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી: ઉના

દારૂ ઘુસાડવાનો ગજબનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી: ઉના

-

Viral Gujarati News ઉના : દારૂબંધી હોવાના કારણે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર અવનવા કીમિયા કરતા હોય છે. ગુજરાતની અન્ય રાજ્યો સાથે જોડાયેલી સરહદો પર પોલીસ ચાંપતી નજર રાખી રહ્યાં છે. જેના કારણે કેટલીક વખત બુટલેગરો દારૂ ઘુસાડવા પ્રયાસ કરતા ઝડપાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉનાથી. જેમાં બુટલેગરે દારૂની હેરફેર માટે એવો કીમિયો Liqueur Smuggling Idea કર્યો કે પોલીસ પણ માથું ખંજવાળવા મજબુર થઈ જાય.

સંઘપ્રદેશ દીવ-દમણ નજીકના ગીરસોમનાથ જિલ્લાના ઉનામાં પોલીસ કર્મચારીઓએ બુટલેગરને દારૂ સાથે ઝડપ્યો હતો. ભેજાબાજ બુટલેગરે પોલીસને ચકમો આપવા માટે દારૂ છુપાવવા એમેઝોન કંપનીના પાર્સલ Amazon Parcel જેવા પેકિંગમાં દારૂ છુપાવ્યો હતો. ભેજાબાજ બુટલેગરે Bootlegger અમેઝોનના પાર્સલમાં દારૂની બોટલની હેરફેર જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ઉના પોલીસ સ્ટેશનના Una Police પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે બુટલેગર એમેઝોન જેવા પેકિંગમાં પાર્સલ લઈને નીકળ્યો છે. આ પાર્સલમાં બુટલેગરે દારૂ રાખ્યો છે જેના આધારે પોલીસે ચેકિંગ કરતા બુટલેગરનો ભાંડો ફૂટી ગયો હતો. 

Viral Gujarati News દારૂ ઘુસાડવાનો ગજબનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી: ઉના

  • પોલીસને બુટલેગરને બનાવેલા પાર્સલમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ કુલ નંગ– ૨૧ બોટલ જેની કિંમત રૂપિયા 1050/- મળી આવ્યો હતો.
  • પોલીસે મોટરસાયકલ કિંમત રૂપિયા 20000/- મળી કુલ રૂપિયા 21050/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.
  • ઝડપાયેલો બુટલેગર દિનેશભાઇ મંગળાભાઇ સોંદરવા રહે.મોઠા તા.ઉનાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બુટલેગર સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....