Homeગુજરાતઅમદાવાદઆ રીતે તૈયાર થતો હતો અમદાવાદમાં સ્કોચ દારૂ; PCBએ પકડ્યું કારસ્તાન

આ રીતે તૈયાર થતો હતો અમદાવાદમાં સ્કોચ દારૂ; PCBએ પકડ્યું કારસ્તાન

-

અમદાવાદ ન્યુઝ : બોટાદના કથિત લઠ્ઠાકાંડ (Botad Latthakand)ની ઘટના બાદ રાજ્યમાં પોલીસ દારૂ મામલે કડક વલણ અપનાવી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસની પીસીબીની ટીમે દારૂનું કારખાનું પકડી પાડ્યું છે. પીસીબી દ્વારા અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દરોડો કર્યો હતો. દરોડો કરી પોલીસે મોંધી બ્રાન્ડના નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડી પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ચેનપુર ભંગારના ગોડાઉનમાં નકલી વિદેશી દારૂ બનાવવામાં આવતો  હતો. ભંગારના ગોડાઉનમાંથી ભારતમાં પણ ન બને તેવી મોંઘી બ્રાન્ડનો દારૂ કેમિકલ મિશ્રણ કરી બનાવતા હોવાનું સામે આવ્યું છે. નકલી દારૂના કારખાના પાસે કોઈ અવર-જવર ન કરે માટે 3 પાળતું કુતરા રાખવામાં આવ્યા હતા.

duplicate-liquor-in-ahmedabad
મોંઘીદાટ શરાબની ખાલી બોટલો

પોલીસને દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોંઘીદાટ કહેવાય તેવી સ્કોચ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.  આરોપીઓ મોટી માત્રામાં નકલી દારૂ બનાવી વેચી ચુક્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે આટલું મોટુ કારસ્તાન 6 મહિનાથી ચાલે અને સ્થાનિક પોલીસને જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેવ નથી.

પીસીબીની ટીમે દરોડ કરી નકલી દારુના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસ મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે શંકર મારવાડી ફરાર છે. પોલીસ તપાસમાં રૂપિયા 10 હજારમાં 6 મહિના અગાઉ જગ્યા ભાડે રાખી આ કારસ્તાન ચાલતું હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ જૂની દારૂની બોટલમાં નકલી દારૂ બનાવી તેને મોંઘા દારૂ તરીકે વેચાણ કરતા હતા.

આરોપીઓ નકલી દારૂ બનાવવા માટે ખાસ એસેન્સ, આલ્કોહોલ અને પાણીનો ઉપયોગ કરતા હોવાનું સે આવ્યું છે. જુની બોટલમાં નકલી મિશ્રણ ભરી ખાસ પ્રકારના ટેબલ પડે ઓરિજનલ જેવું જ પેકિંગ કરી  વેચાણ કરતા હતા.

વધુ વાંચો- મોરબી નગરપાલિકાના મેદાનમાં દારૂ પીતા શખ્સોના વાયરલ વિડીયો બાદ 2ની અટકાયત

Must Read