વાયરલ વિડીયો Viral Funny Video : સમયાંતરે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા રહે છે. કેટલીક વખત હસી મજાક ભર્યા ફની વિડીયોનું સ્થાન સત્ય ઘટના પણ લઈ લેતી હોય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે જેનો વિડીયો Video જોઈ હસવાનું રોકી નહીં શકાય અને સાથે આશ્ચર્ય સાથે મગજ ચકરાવે ચઢી જાય કે આ ખરેખર સાચું હશે ! પણ આ હકીકત છે જેને ઉત્તર પ્રદેશ પોલીસે ઉજાગર કરી છે.
ઉત્તર પ્રદેશ પોલીસ છાસવારે ટ્રાફિક નિયમનના વાયોલાન્સના કિસ્સા ઝડપી કાર્યવાહી કરતી હોય છે. એવામાં ફતેહપુરાના બિંદકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક ઓટો રિક્ષાને ટ્રાફિકના નિયમન કરાવતા સમયે થોભાવી હતી. પણ એક રિક્ષામાં એટલા પેસેન્જર બેઠા હતા કે રીતસર પોલીસને ગણતરી કરી હિસાબ માંડવો પડ્યો હતો.
બિંદકી પોલીસે રિક્ષામાંથી એક બાદ એક એમ કુલ ૨૭ પેસેન્જર ઉતર્યા તે વિડીયોમાં જોઈ શકાય છે. પોલીસ પણ બાળકો અને પુખ્ત વયની ઉમરની કુલ ૨૭ વ્યક્તિને ઓટો રીક્ષામાં સવારી કરતા જોઈ આશ્ચર્યચકિત થઈ હતી.
Viral Funny Video ૨૭ પેસેન્જર રિક્ષામાં કેવી રીતે ભરાયા વાયરલ વિડીયો
જુઓ વિડીયો : કિંગ કોબ્રાને પાણી પીવડાવ્યાનો વિડીયો, ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું જૂઓ
જુઓ વિડીયો : બિલાડીની જેમ સિંહણને રમાડતા શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
Viral Video News ના મળતા અહેવાલ મુજબ પોલીસે આ મામલે રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરી રિક્ષા કબજે કરી હતી. કોમેડી જેવી લાગતી આ હકીકતની ઘટનાનો વિડીયો ચારે તરફ વાયરલ થતા લોકો મજાક ઉડાવી રહ્યાં છે. કેટલાક લોકો તો સવાલ કરી રહ્યાં છે કે, ૨૭ પેસેન્જર રિક્ષામાં કેવી રીતે ભરાય, આ તો જાદુગર જેવું કામ છે.