Homeવાયરલ ખબરવીડિયો/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ ગઈ

વીડિયો/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ ગઈ

-

વાયરલ કોમેડી વીડિયો Viral Funny Video : વિદ્યાર્થીઓ શાળામાં પોતાના શિક્ષકના વહાલા બની રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. જેના માટે શિક્ષક દિવસ કે શિક્ષકના જન્મદિવસના દિવસે પોતાની ગુડ ઈમેજ બતાવવા પ્રયાસ કરતા રહે છે. પરંતુ વાયરલ વીડિયો માં ઈમેજ ગુડ કરવી વિદ્યાર્થીને ભારે પડી હતી તે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો Video માં દેખાઈ છે કે શિક્ષકના જન્મદિવસ પર ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીએ એવી ભૂલ કરી કે શિક્ષકે વિદ્યાર્થીને ધોઈ નાખ્યો હતો.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શણગારીને તૈયાર કરેલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ શિક્ષકનું સ્વાગત કરે છે. શિક્ષક વર્ગમાં પ્રવેશીને ટેબલની સામે મૂકેલી ખુરશી પર બેસે કે તરત જ બાળકો તાળીઓ પાડવા લાગ્યા. પણ કેટલાક અતિઉત્સાહી વિદ્યાર્થી પણ હોય છે, તેમ અહિં પણ એક અતિઉત્સાહી વિદ્યાર્થી શિક્ષક પર સ્નો સ્પ્રે ઉડાવવા લાગ્યો હતો. શિક્ષકનો ચહેરો લગભગ સ્નોથી ઢંકાવા આવ્યો હતો ત્યારે જ શિક્ષકનો મગજનો પારો ચડી ગયો હતો. અને વિદ્યાર્થીને ઝડપી લઈ ધોઈ નાખ્યો હતો.

શિક્ષક ખુરશી પરથી ઉભા થયા અને પહેલા વિદ્યાર્થીના વાળ પકડ્યા અને પછી માથું નીચું કરીને ટેબલ પર ખેંચી લઈ પીઠમાં મુક્કો માર્યો. શિક્ષકે એક-બે નહીં પણ અનેક મુક્કા માર્યા. આ જોઈને ક્લાસરૂમમાં હાજર વિદ્યાર્થીઓ પણ હસવા લાગ્યા. થોડીક સેકન્ડનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો.

Viral Funny Video/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર એક મીમ પેજ દ્વારા આ વિડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું, ‘બ્રેક મી’.

આજના સમાચાર ગુજરાતીમાં:

પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડવા થયા મોકળા, હાર્દિકની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

દરિયાના મહાકાય મોજાથી પણ ડરતો નથી આ હિંમતવાન યુવાન, જુઓ આ અદભૂત વીડિયો

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...