અમદાવાદ : વિધાનસભા ચૂંટણી 2022 જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણ પણ ગરમાવો ધારણ કરતું હોય તેમ લાગે છે. દરેક પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના પક્ષને વધુ બેઠકો મળે તે માટે વિવિધ કાર્યક્રમો કરી મતદારો સુધી પહોંચી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ગુજરાત યુવા કોંગ્રેસના ટ્વિટર પરથી એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરી ભાજપ પર ખેડૂતોને છેતરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ વિડીયો સ્વરૂપે ઓડિયો રેકોર્ડિંગમાં ભાજપના ગાંધીનગર કાર્યાલયથી ખેડૂતને ફોન કરી સહાય યોજના અને ભાજપને મત આપવા અપીલ કરાતી હોય તેમ જણાય છે. હાલ આ સંવાદ ગુજરાતના ખેડૂતોમાં વાયરલ Viral થતા વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આજરોજ તારીખ 15 જૂલાઈના રોજ બપોરના 3:40 વાગ્યે ગુજરાત યુવા કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર પર એક વિડીયો Video (સત્યમંથન આ વિડીયોની ખરાઈ કે સમર્થન કરતું નથી.) પોસ્ટ કર્યો છે. જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, “આવ્યા પાછા સહાયના નામે ખેડૂતોને છેતરવા, GST મા વધારો કરીને ખેડૂતોના ખિસ્સા વેતરવા”. સાથે જ એક ઓડિયો રેકોર્ડિંગ વિડીયો સ્વરૂપે પોસ્ટ કરવામાં આવ્યું છે.
જેમાં જીજ્ઞેશ નામનો કોઈ શખ્સ જણાવે છે કે તે ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય પરથી વાત કરી રહ્યો છે. જીજ્ઞેશ દ્વારા ખેડૂત હિતેષભાઈને પુછવામાં આવ્યું કે તમને કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતને રૂપિયા 6000 હજારનો લાભ મળે છે કે કેમ. ખેડૂતે તેમના સવાલનો જવાબ હા માં આપતા જીજ્ઞેશ જણાવે છે કે, મોદીજીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃધ્ધી વધી રહી છે. બસ.. અહિંથી જ ખેડૂત હિતેષભાઈનો મગજ છટક્યો હોય તેમ જવાબ આપવાનું શુરૂ થાય છે.
રેકોર્ડિંગ વિડિયોમાં સાંભળી શકાય છે તેમ, અમને યુરીયા અને ડીએપી 900 વાળા 1450 રૂપિયામાં પડે છે. રૂપિયા 6000 આપીને 16 હજાર રૂપિયા લઈ જાય છે. ફરી વખત જીજ્ઞેશે કેટલા ખેડૂતોને લાભ મળ્યો તેમ કહેતા 61 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે તેમ કહ્યું હતુ. પરંતુ ખેડૂતે કહ્યું કે યોજનાનો લાભ 61 લાખને મળ્યો છે પણ નુકશાની 91 લાખ ખેડૂતોને જાય છે. અને રૂપિયા 6000નું આવે શું ?
જીજ્ઞેશે ખેડૂતને કહ્યું કે, ભાજપને મત આપજો ત્યારે ખેડૂતે ખરી ખોટી સંભળાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ખુદ મોદી આવે તો પણ ભાજપને મત નહીં આપીએ કોઈ સારો ઉમેદવાર નહીં હોય તો નોટાને આપશું પણ હવે ભાજપને મત નહીં મળે. આમ ખેડૂતના સંવાદને વિડીયો સ્વરૂપે પ્રસિધ્ધ કરી ગુજરાત યુવા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરી ખેડૂત મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોય તેમ લોકોનું માનવું છે.
Viral Funny Video Gujarati