Viral Funny Video Gujarati રતલામ: મધ્યપ્રદેશના રતલામ રેલ્વે સ્ટેશન પર એક નજારો જોવા મળ્યો જે રેલ્વે સ્ટેશનના બદલે કોઈ પ્રસંગનો હોય તેવો જણાય છે. ખરેખર આ ઘટના રતલામ રેલ્વે સ્ટેશનની છે જેમાં કેટલાક લોકો ગરબે ઘુમતા જોવા મળે છે. રેલ્વે સ્ટેશન પર ગરબે ઘુમતા આ પેસેન્જરનો વિડીયો વાયરલ Viral Video થયો છે.
વાયરલ Trending થયેલો વિડીયો મધ્યપ્રદેશના રતલામ સ્ટેશનનો છે. જેમાં પ્લેટફોર્મ પર કેટલાક લોકોએ ગુજરાતી ગીત પર ગરબા રમ્યા હતા. ગરબે રમતા લોકો ટ્રેનના પેસેન્જર્સ હોવાનું કહેવાય છે. એક અહેવાલ પરથી માહિતી મળે છે કે આ પેસેન્જર્સ બુધવારે રાત્રે 10:15 વાગ્યે બાંદ્રા-હરિદ્વાર ટ્રેનમાં મુસાફરી કરતા હતા.
ટ્રેન નિર્ધારીત સમય કરતા 20 મિનીટ વહેલી આવી જતા લોકોને 10 મિનીટનો સમય રેલ્વે સ્ટેશન પર મળવાનો હતો તે 30 મિનીટ થઈ ગયો હતો. આ સમયમાં તેઓએ ટાઈમ પાસ માટે પ્લેટ ફોર્મ નંબર 4 પર ગરબા રમવાનું શરૂ કર્યું હતું.
વિડીયો- રેલવે સ્ટેશન પર ગરબે ઘુમી જમાવટ પાડતા ગુજરાતી પ્રવાસીઓ – Viral Funy Video Gujarati
ગરબે ઘુમતા ખૈલેયાઓ એક જ ટ્રાવેલ ગ્રુપના હતા. જેમને રતલામ સ્ટેશન પર થોડીવાર માટે ગુજરાતના ગરબા ખેલી લોકોને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. આ ઘટનો વિડીયો ટ્વિટ કરતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેપ્શન લખ્યું છે, મજામાં, હેપી જર્ની !