Homeગુજરાતગીર સોમનાથવેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ૪.૦૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ૪.૦૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ

-

Vinod Moradiya Minister (Gir Somnath) – વેરાવળમાં(Veraval) એકીસાથે ૧૦૦૦ લોકો બેસી શકે તેવા સુવિધાસભર ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવશે, ગુજરાતમાં સતત ૨૫ વર્ષના શાસન પાછળ રાજ્યમાં અવિરતપણે ચાલતી વિકાસયાત્રા છે – વિનોદભાઈ મોરડીયા

અહેવાલ – પરાગ સંગતાણી ગીર સોમનાથ (Gir Somnath) તા. -12, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી(Minister) વિનોદભાઈ મોરડીયાએ(Vinod mordiya) વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ૪.૦૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં સતત ૨૫ વર્ષના શાસન પાછળ રાજ્યમાં અવિરતપણે ચાલતી વિકાસયાત્રા છે. આ સરકારે સત્તાને સેવાનું સાધન બનાવી અનેકવિધ જનસુખાકારીના કાર્યો કર્યા છે.

વેરાવળ શહેરના ગંગાનગર ખાતેના વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા મંત્રી મોરડીયાએ જણાવ્યું કે, વેરાવળ નગરપાલિકા દ્વારા નિર્મિત આ અદ્યતન એ.સી. હોલ સુરત જેવા મહાનગરમાં નિર્માણ પામ્યો નથી. જે અહીંના શાસકોની વિકાસ અને જનસુવિધાઓના કર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉપરાંત આગામી સમયમાં વેરાવળમાં એકી સાથે ૧૦૦૦ લોકો બેસી શકે તેવા સુવિધાસભર ઓડિટોરિયમનુ નિર્માણ કરવામાં આવનાર છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે રાજ્યભરમાં યાત્રા કરી, પદાધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે ચિંતન કરવામાં આવી રહ્યું છે. જનકલ્યાણના કાર્યો ઝડપભેર આગળ વધે તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની કંડારેલી કેડી પર ચાલીને રાષ્ટ્રને નવી ઉંચાય પર લઇ જવાનું છે.

આ પ્રસંગે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાના હોદ્દેદારો-નગરસેવકોઓએ ગીર સોમનાથ જિલ્લાની મત્સ્યદ્યોગના ઓળખ સમા વહાણની પ્રતિકૃતિ આપી શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાને સન્માનિત કર્યા હતાં.

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પૂર્વમંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, ગુજકોમાસોલના ડિરેક્ટર ગોવિંદભાઈ પરમાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, મહામંત્રી ડો.જયેશ વઘાસીયા, વજુભાઇ વાજા, દેવાભાઇ ધારેચા, ભરતભાઇ ચોલેરા, ડો. સંજયભાઇ પરમાર, ઉપપ્રમુખ કપિલભાઈ મેહતા, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, રિજનલ મ્યુનિસિપાલ કમિશનર અજય દહિયા ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read