Vijay Suvada join BJP:ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના(AAP Gujarat) પ્રવેશ બાદ રાજકારણ અંગે જાત-જાતના તર્ક વિતર્કો શરૂ થયા હતા. સારી એવી સંખ્યામાં સામાજીક કાર્યકરો બાદ વિખ્યાત પત્રકાર ઈશુદાન અને કલાકાર વિજય સુવાળા (Vijay Suvada) ભુવાજી (bhuvaji) પણ આમ આદમીના રંગે રંગાયા હતા. પરંતુ હવે વિજય સુવાળા એ આમ આદમી પાર્ટીને અલવિદા કરી ફરી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે ત્યારે ફરી આમ આદમી પાર્ટી તેમજ વિજય સુવાળા પર સવાલ પેદા થયા છે.
ભાજપ(BJP) છોડી ‘આપ’ છોડી ભાજપ…
ભાજપના કેસરીયાને રૂખસદ આપી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સમયે જૂન માસમાં સુવાળા ‘આપ’ (આમ આદમી પાર્ટી)માં જોડાયા હતા. આ સમયે તેમને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી ચૂંટણી મેદાને આપ માટે કાર્ય કર્યુ હતુ.
પરંતુ હવે તેઓ ફરી આમ આદમી પાર્ટીનો દામન છોડી ભાજપના શરણે ગયા છે ત્યારે તેઓ એ રાતનો ઘર ભૂલેલો સવારે પરત ઘરે ફર્યો તેમ કહી પોતાના આ પક્ષ પલટાને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો.
ઘર વાપસી કરી…
આ સમયે તેમની રાત્રીના ઘર ભૂલ્યાની વાતને સમર્થન કરતા ભાજપ અધ્યક્ષ પાટીલે પણ સુર પુરાવ્યો હતો. પાટીલે કહ્યું કે, આજે વિજયભાઈની ઘર વાપસી છે, વિજયભાઈ ભ્રમમાં આવી ગયા હતા અને હવે તેઓ ઘરે પરત ફર્યા છે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી વિજય સુવાળાને ઘર વાપસી કરાવી હતી.

પાટીલના દિલમાં છે વાસ…
આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યાની સાથે ટૂંક સમયમાં જ ‘આપ’ છોડતા સુવાળા એ વધુમાં કહ્યું હતુ કે, સી. આર. પાટીલના દિલમાં હું વાસ કરુ છુ અને સી. આર. પાટીલ મને દીકરા તરીકે માને છે. ભાજપથી સારૂ સંગઠન કોઈ જગ્યાએ નથી તેથી હું ભાજપમાં જોડાયો છુ.
મોદીના વખાણ…
આ સાથે જ તેઓ એ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા કહ્યું હતુ કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારધારા સાથે છે, હું વડાપ્રધાન મોદીનો ફેન છુ.
ઈશુદાન મોટા ભાઈ, પાટીલ પિતા સમાન…
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય સુવાળા ભાજપ છોડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા ત્યારે તેમને વીટીવી ન્યુઝના ખ્યાતનામ પત્રકારમાંથી ‘આપ’ નેતા બનેલા ઈસુદાન ગઢવીને મોટા ભાઈ સમાન ગણાવ્યા હતા.
તો આજે તેમને આપ છોડી ભાજપ વાપસી કરી ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પિતા સમાન ગણાવ્યા છે. વિજય સુવાળા એ જણાવ્યું હતુ કે, હું સી.આર. પાટીલના દિલમાં વાસ કરુ છુ, પાટીલ મને દિકરા તરીકે માને છે અને ભાજપથી કોઈ સારૂ સંગઠન કોઈ જગ્યા એ નથી માટે હું ભાજપમાં સામેલ થયો છુ.
કોંગ્રેસ નેતા જયરાજસિંહના ચાબખા…
વિજય સુવાળા ભાજપમાં સામેલ થતા કોંગ્રેસે પણ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા જયરાજસિંહએ કહ્યુ હતુ કે, દરેક વ્યક્તિને કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે તેની આઝાદી છે. પણ બીજી રીતે જોવા જઈએ તો વિજય સુવાળા ભાજપની B ટીમમાંથી A ટીમમાં ગયા છે.
ઉપરાંત તેમને વિજય સુવાળાના ત્રણ પેઢી ભાજપ સાથે સંકળાયેલા નિવેદન બાબતે કહ્યુ કે, હું કહેવા માંગુ છુ કે ભાજપની સ્થાપના થઈ તેને માંડ એક પેઢી તઈ છે તો તેમનો પરિવાર ક્યાંથી જો