Trending Heart Touching Video : કહેવાય છે કે ‘પ્રયત્ન કરનારા ક્યારેય હાર માનતા નથી’, જો મનમાં સાચા સમર્પણ અને પરિશ્રમથી ભરપૂર ઈરાદા હોય તો વ્યક્તિ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હાર માનતો નથી. હાલમાં જ વાયરલ (Trending video today) થઈ રહેલા આ વિડીયોને જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિ ટેકા માટેની ઘોડીની મદદથી (Man Carrying Sacks Video)મહેનત કરતો જોવા મળે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વિડીયો Video Viral દરેકને પ્રેરણા આપી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ વ્યક્તિ પોતાની મહેનતના બળ પર પોતાનું જીવન જીવી રહ્યો છે.
આ વાયરલ વિડીયોની શરૂઆતમાં એક પાર્ક કરેલી ટ્રક દેખાઈ રહી છે, જે સિમેન્ટની બોરીઓથી ભરેલી છે. ટ્રકનો પાછળનો ભાગ ખુલ્લો છે, જ્યાં ટ્રક પર ઊભેલો એક માણસ સિમેન્ટની એક-એક બોરી આવતા મજૂરોના ખભા પર મૂકી રહ્યો છે, ત્યારબાદ બધા એક પછી એક બોરી લઈને જતા જોવા મળે છે.
જૂઓ વિડીયો- Watch Viral Video Today
દરમિયાન, એક વ્યક્તિ દેખાય છે, જે ખરેખર એક અપંગ વ્યક્તિ છે, અને વિકલાંગ માટેની ઘોડીની મદદથી, સિમેન્ટની બોરી લઈને તેને અંદર લઈ જાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ એક પગ પર ઉભો છે. તે પહેલા તેના ખભા પર કોથળો મૂકીને સંતુલન બનાવે છે અને પછી બંને હાથથી ટેકા માટેની ઘોડી લે છે. વાયરલ થઈ રહેલો વિડીયો દરેકના દિલને સ્પર્શી રહ્યો છે.