Homeવાયરલ ખબરવહેતા-વહેતા સોનેરી રથ આવ્યો દરીયાકાંંઠે, ગ્રામજનો ખેંચી લાવ્યા કાંઠે

વહેતા-વહેતા સોનેરી રથ આવ્યો દરીયાકાંંઠે, ગ્રામજનો ખેંચી લાવ્યા કાંઠે

-

Video Viral Golden Chariot : વહેતા-વહેતા સોનેરી રથ આવ્યો દરીયાકાંંઠે. આંધ્રપ્રદેશમાં ‘આસાની’ ચક્રવાતને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના કાકીનાડામાં આસાની ચક્રવાતને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતા IMD અનુસાર, ગંભીર ચક્રવાત આસાની બુધવારે અગાઉની સરખામણીમાં થોડું નબળું પડ્યું હતું અને તે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું હતું. દરમિયાન, રાજ્યના શ્રીકાકુલમમાં સુન્નાપલ્લી સી હાર્બર ખાતેથી સોનાનો રંગનો રથ મળ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારની સાંજે સોનાના કલરના પડવાળો સુંદર રથ Golden Chariot સમુદ્રના મોજામાં વહેતો-વહેતો અહીં આવ્યો હતો. આ ઘટનાનો વાયરલ વિડીયો Viral Video સામે આવતા લોકો તર્ક વિતર્ક કરતા જોવા મળે છે.

સમાચાર એજન્સી સાથે વાત કરતા, નૌપાડાના એસઆઈએ કહ્યું કે તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે.

આ ઘટનાનો વિડીયો Video સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સમુદ્રમાં વહેતો સોના જેવા રંગનો રથ લેવા ગ્રામજનો જઈ રહ્યાં છે. સ્થાનિક ગ્રામજનો રથને દોરડાથી બાંધીને કિનારે લઈ ગયા હતા. રથનો આકાર દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મઠ જેવા આકારનો છે. ચક્રવાત આસાનીની અસરને કારણે રથ ભટક્યા બાદ અહીં પહોંચશે તેવો અંદાજ છે.

Video Viral Golden Chariot : વહેતા-વહેતા સોનેરી રથ આવ્યો દરીયાકાંંઠે

IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત આસાની પહેલાથી જ તીવ્રતાના મહત્તમ તબક્કાને પહોંચી ગયું છે અને હવે તે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે.

Must Read