Monday, May 16, 2022

વીડિયો લગ્ન પ્રસંગે દારૂની છોળો ઉડાવી દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા ગીર સોમનાથ

Shailesh Naghera, Gir Somanath News : દારૂબંધીના liquor Ban નામે નાટક ત્યારે ખુલા પડે છે જ્યારે ખુલ્લે આમ ધજ્જીયા ઉડતા પ્રસંગો કે વીડિયો લોકો Video Viral સમક્ષ આવે છે. પોલીસ દારૂબંધીના નામે હપ્તા વસુલી કરી દારૂના દુષણને બેરોકટોક ચાલવા દેતા હોય છે તેવા આક્ષેપો લાગતા રહે છે. ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો જે જોઈને લાગશે નહીં કે આ ગુજરાતનો વીડિયો હશે. પરંતુ કથિત વીડિયો ગુજરાતનો અને એક સરપંચના લગ્ન પ્રસંગનો Gujarati Marriage video હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

જૂઓ વીડિયો ભારતીય પાઈલટે હાલકડોલક થતા વિમાનને કેવી રીતે ઉતાર્યુ

જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા

ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આ વાત આજકાલની નહીં પરંતુ દારૂબંધી સમયથી કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે રાજ્યમાં લગભગ દરેક ગામ કે શહેરમાં દારૂ મળતો હોય છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ અહીં તો સરેઆમ દારૂબંધીના ધજ્જીયા ઉડ્યાના વીડિયો વાયરલ video viral થયો છે. આ એક લગ્ન પ્રસંગનો વીડિયો હોવાની માહિતી મળી રહી છે.

Video Viral Gujarat : વીડિયો લગ્ન પ્રસંગે દારૂની રેલમછેલ દારૂબંધીના ધજાગરા

આ વાયરલ વિડીયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટ એ જણાવેલ કે, ઉના તાલુકાના કાલાપણ ગામનો વિડીયો હોવાનું જાણવા મળ્યુ છે. જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખસોને શંકમદ તરીકે અટક કરી પૂછપરછ હાથ ધરી છે. વિડીયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફીલ અને પજેશનનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં બુટલેગરો બેફામ છે તે કોઈ અજાણી વાત નથી. તાજેતરમા જ બુટલેગરે પોલીસને માર માર્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી. તે મામલે પણ ઉંડી તપાસ ચાલુ કરવામાં આવી છે. ત્યાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં કથિત રીતે ખુલ્લે આમ બિયરની બોટલોની છોડો ઉડતી જોવા મળી છે.

Gir Somanath News : દારૂબંધીના નામે નાટક ?

આ કથિત વીડિયો ગીરસોમનાથના ઉના તાલુકાના એક ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે મીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દારૂબંધીના કાયદાનું ચીરહરણ થતું જોવા મળી રહ્યું છે.

કથિત વીડિયો 16 ફેબ્રુઆરીની રાત્રીનો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ઉપરાંત આ વીડિયો ઉના તાલુકાના કાલાપાણ ગામનો અને નવ નિયુક્ત યુવા સરપંચના લગ્ન પ્રસંગનો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ વીડિયોમાં દેખાતા એક વ્યક્તિ ખાણ ગામના સરપંચના ભાઈ વિજય સોલંકી હોવાની ચર્ચા પણ લોકોમા ચાલી રહી છે.

Gujarati news on Whatsapp group link
- Advertisment -

Must Read

rajkot police arrest fake degree board of education delhi seit

દિલ્હી બોર્ડના નામે છેતરપિંડી કેસ: મહિલા સહિત વધુ 3ની ધરપકડ: રાજકોટ

Rajkot City News રાજકોટ : તાજેતરમાં રાજકોટમાંથી ક્રાઈમ બ્રાન્ચે અભ્યાસ વગર બોગસ સર્ટિફિકેટ વેચવાના આરોપીને ઝડપી પાડ્યો...