HomeગુજરાતરાજકોટVideo- સાંસદ મોકરીયા ધક્કે ચઢ્યા, RMC ની ‘સપ્તરંગી સાંજ’ બની ‘બેરંગી સાંજ’...

Video- સાંસદ મોકરીયા ધક્કે ચઢ્યા, RMC ની ‘સપ્તરંગી સાંજ’ બની ‘બેરંગી સાંજ’ : રાજકોટ

-

Rajkot City News : ગઈકાલે રવિવારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ‘સપ્તરંગી સાંજ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે RMC દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા RMCના મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા Rambhai Mokariya પણ માનવમહેરામણમાં ધક્કે ચડ્યા હતા. આ ઘટનાને પગલે શહેરીજનો કહે છે કે, બરોબર થયું નેતાને અનુભવ થાય તો જ પ્રજાની પીડા સમજાતી હોય છે.

ગુજરાત સ્થાપના દિવસ Gujarat Sthapna Diwas નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુઝિક નાઈટનું Musical Night આયોજન કરાયું હતું. જેમાં એમાં ઈન્ડિયન આઈડલ Indian Idol Season 12 સીઝન 12ના સિંગર્સ પવનદીપ, અરુણીતા, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને સવાઇ ભાટે ગાયનની રમઝટ બોલાવતા હતા. પરંતુ આ રમઝટમાં રાજકોટીયનો ઉમટી પડ્યા તો મહાનગરપાલિકાનું નબળું મેનેજમેન્ટ ઉઘાડું પડી ગયું હતું. ભીડ એટલી હતી કે ખુરશીઓ ભરાઈ ગઈ હતી અને સમીયાણામાં પણ જગ્યા બચી ન હતી. ત્યારે લોકોએ ‘સપ્તરંગી સાંજ’માં Saptrangi Sanj જ્યાંથી જગ્યા મળે ત્યાંથી ઘુસવાની આખરી તરકીબ અજમાવી હતી.

મહાનગરપાલિકાના સત્તાધીશોના લાપરવાહ મેનેજમેન્ટને કારણે રાજકોટની જનતા મુશ્કેલીમાં જોવા મળી હતી. પરંતુ આ તકે રાજ્યસભા સાંસદ પણ માંડ-માંડ હિલોળે ચડેલી ભીડમાંથી બહાર નિકળી શક્યા હતા. ટુંકમાં મહાનગરપાલિકાના નબળા મેનેજમેન્ટને કારણે ‘સપ્તરંગી સાંજ’ જેને જગ્યા ન મળી તેમના માટે ‘બેરંગી સાંજ’ જેવી બની ગઈ હતી.

Rajkot Viral Video વિડીયો- સાંસદ મોકરીયા ધક્કે ચઢ્યા RMC ની સપ્તરંગી સાંજ બની બેરંગી સાંજ

કેટલાક ગેટ પર અવ્યવસ્થાના પાપે જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. સાથે જ માનવ મહેરામણમાં બાળકો ગુમ થતા વાલીઓને પણ મુશ્કેલી થઈ હતી. સાથે જ ખુરશી ઉડ્યા અને ખુદ મહાનગરના ઉચ્ચ અધિકારીઓને પણ ગેટના બદલે બેરિકેડ કુદીને અંદર જવું પડ્યું હતું. લોકોને ઝુમામવવા આવેલા કલાકારોએ ગાયન કર્યું અને અફરાતફરીની માફક રાજકોટવાસીઓએ મહાનગરપાલિકાની મીસમેનેજમેન્ટ સભરની સપ્તરંગી સાંજ જોઈ.

Must Read