Homeગુજરાતજામનગરજામનગરમાં TRB જવાનની દાદાગીરીનો વિડીયો વાયરલ

જામનગરમાં TRB જવાનની દાદાગીરીનો વિડીયો વાયરલ

-

જામનગર ન્યુઝ : TRB જવાનોની દાદાગીરીથી લગભગ રાજ્યના નાગરિકો વાકેફ હશે જ. પરંતુ ફરી એક વખત TRB જવાનની દાદાગીરી કેમેરામાં કેદ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યાં છે. વાયરલ થયેલો કથિત વિડીયો Viral Video જામનગરનો હોવાનું સામે આવ્યું છે.

જામનગરના TRB જવાનનો વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે TRB જવાન અસામાજિક તત્વ જેવું વર્તન એક વિકલાંગ વ્યક્તિ સાથે કરી રહ્યો છે.

ફરી એક વાર TRB વિવાદમાં

જામનગરમાં વિકલાંગ વાહન ચાલકને TRB જવાન સાથે કોઈકારણસર બોલાચાલી થઈ હતી. જેના કારણે ગુસ્સે ભરાયેલો TRB જવાન અસામાજિક તત્વની જેમ સામે વાળી વ્યક્તિને લાફો ઝીંકી દે છે. આ ઘટના કેમેરામાં કેદ થતા TRB જવાનની ભૂમિકા ફરી એકવાર વિવાદના એરણે ચડી ગઇ છે.

જૂઓ વાયરલ થયેલો વિડીયો Watch Viral Video

કુતરાની પુંછડી વાંકીને વાંકી ?

સરકાર અને પોલીસ વિભાગે રાજ્યમાં વિવિધ સ્થળે અનેક વખત TRB જવાનો પર દાદાગીરીના કિસ્સાની ફરિયાદો સાંભળી જ હશે. ઘણા કિસ્સામાં તો તંત્ર દ્વારા આવા જવાનો પર પગલા પણ ભરવામાં આવ્યા છે. છતાં ‘કુતરાની પુંછડી વાંકીને વાંકી’ તે કહેવતની જેમ TRB જવાનોની દાદાગીરી જાણે યથાવત હોય તેમ આ ઘટના પરથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

છુટોદોર કે શું ?

આ વિડીયો વાયરલ થતા જામનગરવાસીઓમાં TRB જવાનની આ ધ્રુણાસ્પદ હરકત માટે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ તંત્ર પર પણ સવાલ પેદા થઈ રહ્યો છે કે આ પ્રકારે TRB ને છુટોદોર આપવામાં આવે છે કે શું ?

Must Read