Video news Lata Mangeshkar Bhajan : ભારતીય જનતા પાર્ટી-BJP ના વયોવૃધ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી (L K Advani) એ સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જાહેર કરેલા નિવેદનમાં ગાયીકા લતા મંગેશકર (Singer Lata Mangeshkar) જોડે લાંબી યાદગીરીને યાદ કરી છે. તેમાં તેમણે યાદ કરતા કહ્યું કે, લતાજી એક સારી વ્યક્તિ હતી અને તેમની મારી સાથે થયેલી ચર્ચામાં તેમની સાદગી, ઉત્સાહ અને સૌથી વધારે આપણા મહાન દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ મને પ્રભાવિત કરતો રહ્યો છે.
Video News : આરોપ: ભાટીયાની KGBV માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ કરાવાય છે ?
લાલકૃષ્ણ અડવાણઈએ લખ્યું છે કે, તેમનું રામ ભજન સોમનાથથી અયોધ્યા સુધી તેમની રામ રથ યાત્રા દરમિયાન “સિગ્નેચર ટ્યૂન” બની ગયુ હતુ. (Ram Naam main jaadu aisa Ram Naam man bhaye.)
Video News અયોધ્યા યાત્રામાં Lata Mangeshkar નું ભજન સિગ્નેચર ટ્યૂન : Advani
વર્ષ 1990 માં ગુજરાતના સોમનાથથી ઉત્તરપ્રદેશના અયોધ્યા સુધી રથ યાત્રાનું આયોજન કરનાર અડવાણી લખે છે કે, ‘લતાજી લોકપ્રિય ગાયકો વચ્ચે હંમેશા મારા પસંદના ગાયક રહ્યા છે. હું તેમની સાતે લાંબા સમય સુધી જોડાયેલો રહ્યો માટે હું ભાગ્યશાળી હોવાની અનુભુતી કરૂ છું. મને એ સમય યાદ છે જ્યારે હું સોમનાત થી અયોધ્યા સુધીની રામ રથ યાત્રા શરૂ કરવા જઈ રહ્યો હતો ત્યારે તેમણે એક સુંદર શ્રી રામ ભજન રેકોર્ડ કર્યુ હતુ અને મને મોકલ્યુ હતું. એ એક યાદગાર ગીત છે, “રામ નામ મેં જાદુ એસા, રામ નામ મન ભાયે, મન કી અયોધ્યા તબ તક સુની, જબ તક રામ ના આયે…” આ મારી યાત્રામાં સિગ્નેચર ટ્યુન બની ગયુ હતું.’
Video News : ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવવી પડી ભારે, IPS એ વિડીયો કર્યો શેર
ઉલ્લેખનીય છે કે આજ સવારે 8 વાગ્યે અને 12 મિનિટે ભારત રત્ન લતા મંગેશકર અનંતની વાટે ચાલી નિકળ્યા છે. 92 વર્ષની જૈફ વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું નિધન થયુ હતુ. ગત 8 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ ફરી તેમને શનિવારે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે ડોકટરોની મહેનત નિષ્ફળ રહી અને લતાજીએ ફાની દુનિયાને અલવિદા કહી દિધુ હતુ.