HomeગુજરાતરાજકોટVideo - મારવાડી યુની.માં લાખોના ખર્ચે પાર્ટી શિક્ષકે યોજી હશે કે ભીનું...

Video – મારવાડી યુની.માં લાખોના ખર્ચે પાર્ટી શિક્ષકે યોજી હશે કે ભીનું સંકેલવા પ્રયાસ ?

-

Rajkot News : રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની (31st December) પાર્ટીઓ અને મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરાયો હતો. છતાં પણ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં (Marwadi University Rajkot) એક વિશાળ ડાન્સ પાર્ટીનું (Dance Party) આયોજન થયું હતુ. જેના વીડિયો (Video) સોશિયલ મીડિયા મારફતે વાયરલ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે (Police) કાર્યવાહી કરી હતી.

Video- Marwadi University માં સંગીતના શિક્ષકે Dance Party યોજી હતી ! ભીનું સંકેલવા પ્રયાસ ? : Rajkot

પારદર્શક કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ.

આ મામલે રાજકોટ NSUIના પ્રમુખ રોહિત રાજપૂત (Rohit Rajput) જણાવે છે કે, પોલીસ વ્યવસ્થિત તપાસ કરે તો રજીસ્ટ્રાર અને વાઈસચાન્સેલર પણ જવાબદાર કહેવાય. મ્યુઝીક ટીચર પર દોષનો ટોપલો ઢોળી દઈ મામલો દબાવવાનો પ્રયાસ થયો છે. તેમજ પોલીસ પારદર્શક કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

જુઓ Marwadi University Dance Party નો Viral Video

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by The city of saurastra (@amazing_rajkott)

યુની. કેમ્પસમાં જાજરમાન આયોજન થાય અને કુલપતિ અજાણ હશે ?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જાજરમાન અને ભવ્ય ડાન્સ પાર્ટીનું આયોજન એટલું મોટું છે કે તેમાં લાખોનો ખર્ચ થાય. તો શું સંગીતના શિક્ષકે વિદ્યાર્થીઓને ખુશ કરવા પોતાના ખીસ્સામાંથી લાખો રુપિયાનો ખર્ચ કર્યો હશે ? એક વખત માની પણ લઈએ કે આ આયોજન સંગીતના શિક્ષકે કુલપતિની મંજૂરી વિના જ કર્યુ હશે ! પણ શું આ વિશાળ આયોજન માટે સમીયાણો અને લાઈટીંગ અને સાઉન્ડ સિસ્ટમ કેમ્પસમાં ગોઠવાયા ત્યારે કુલપતિને વાતનો ખ્યાલ નહીં આવ્યો હતો ? આવા અનેક પ્રશ્નોને લઈ લોકોને મામલે ભીનું સંકેલાવાની શંકા ઉદભવી રહી છે.  

કોણ છે આ કેસના આરોપી ?

પોલીસે ઘટના બાબતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે સંગીતના શિક્ષક અને ડી.જે. ઑપરેટરો સહિત કુલ 4 શખ્સો વિરૂધ્ધ એફ.આઈ.આર. નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પાર્ટીના આયોજક તરીકે સંગીતના શિક્ષક તેમજ ડી.જે.ના ઑપરેટરને આરોપી બનાવ્યા છે.

તપાસમાં ચૂક કે ભીનું સંકેલવા દબાણ ?

આજરોજ શનિવારે પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ પણ કરી લેવાય છે. પરંતુ આ કાર્યવાહીમાં ક્યાંકને ક્યાંક કાચૂ કપાયું (જાણતા કે અજાણતા) હોય અથવા તો ભીનું સંકેલી લેવાનું દબાણ હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.

સંગીતના શિક્ષક કુલપતિની પરવાનગી વિના આયોજન કરતા હશે ?

પરંતુ મહત્વનો પ્રશ્ન એ ઉદભવે છે કે, શું સંગીતના શિક્ષક આટલું મોટું આયોજન કરે તો મારવાડી કૉલેજના ઉચ્ચ પદાધીકારીઓની મંજૂરી નહીં મેળવી હોય ? જો મેળવી હોય તો શું તેઓ આરોપી ન કહેવાય ?

Must Read