Saturday, May 14, 2022

મહિલા દિવસે જ મહિલાની રસ્તા પર હત્યા ! મહિલા સુરક્ષાના કાર્યક્રમો તાયફાથી વધુ કંઈ નહીં ?

અમદાવાદ Ahmedabad, ગુજરાત Gujarat : ગઈકાલે તારીખ 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ હતો, આ દિવસે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે મહિલા દિન અંતર્ગત કાર્યક્રમો યોજી છબી સુધારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ કાર્યક્રમોની વચ્ચે અમદાવાદમાં મહિલાની સુરક્ષા ચૂકાઈ ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાને પોલીસ સ્ટેશનથી નજીકના અંતરે જ છરીના ઘા મારી હત્યા થતા ચકચાર મચી છે. સાથે જ પોલીસ તંત્રના મહિલા સુરક્ષા દિવસે સુરક્ષાની વાતો માત્ર તાયફો હોય તેવું સાબિત થયુ છે.

અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે મહિલાની હત્યાની ઘટના નોંધાઈ છે. મૃતક મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આ રસ્તા પર છરીના ઘા મારી પત્નીની નિર્દયી હત્યા તેના પૂર્વ પ્રેમી એ કરી છે. આ ઘટનાના કથિત સી.સી.ટી.વી. ફૂટેજના વિડીયો Video સામે આવતા નિર્દયી હત્યાનો ખેલ જોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ ફરિયાદમાં મહિલાના પતિના કથન મુજબ, અમે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવીએ છે, અમારે એક સંતાન છે. મારી પત્નીને અગાઉ નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતા, જે હવે મારી પત્ની રાખવા માગતી ન હતી. જેના કારણે આ નરેશ રાઠોડ નામનો વ્યક્તિ વારંવાર ન્મરી પત્નીને બોલાવતો હતો પણ મારી પત્ની તેને મળતી ન હતી. 8 તારીખે સાંજે જ્યારે હું મારા કામ પરથી ઘરે જય રહ્યો હતો તે દરમિયાન મને મારા મામાએ જણાવ્યુ કે તારી પત્નીને કોઈએ પેટના ભાગે છરીના ઘા મારીને હત્યા કરી છે. ત્યાર બાદ હું મારા મામા સાથે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મારી પત્ની લોહીલુહાણ હાલતમાં રસ્તા ઉપર પડી હતી. ત્યાં એક બહેને મને જણાવ્યુ હતું કે નરેશ રાઠોડ મારી પત્નીને છરીના ઉપરાઉપર ઘા મારીને હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો છે. જેથી મે કંટ્રોલરૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.”

Video વિડીયો- અમદાવાદમાં મહિલા દિવસે જ મહિલાની રસ્તા પર હત્યા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ સુરત ખાતે એક યુવતીને જાહેરમાં ચાકુ મારી હત્યા કરતા પોલીસની ચપળતા અને મહિલા સુરક્ષાની પોલ ખુલી હતી. ત્યારે ગઈકાલે અમદાવાદમાં મહિલા દિવસે જ મહિલાની કરપીણ હત્યાનો બનાવ નોંધાતા ફરી મહિલા સુરક્ષાની ભૂમિકા પર સવાલ પેદા થયો છે.

વધુ વાંચો- આ અધિકારીના કારણે જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડવા લાગ્યા છે અસામાજિક તત્વો: અમદાવાદ

સમગ્ર બનાવ અંગે જાણકારી આપતા એલ. ડિવિઝન એ.સી.પી. ડી. એસ. પટેલે જણાવ્યું કે, “મધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાવત કમ્પાઉન્ડમાં એક બહેન શાકભાજી લેવા ગયા હતા. દરમિયાન એક વ્યક્તિએ મહિલાને છરીના ઘા કરીને તેમની હત્યા કરી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. અને આરોપી હિતેષ રાઠોડની શોધખોળ ચાલુ છે.”

- Advertisment -

Must Read

delhi mundka fire people jump from building for save life video viral

Watch Video: મુંડકામાં આગથી બચવા ઇમારતમાંથી લોકો નીચે કૂદી પડ્યા- Delhi...

Delhi Fire Video દિલ્હી : ગઈકાલે શુક્રવારના રોજ દિલ્હીના મુંડકામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભિષણ આગ લાગી હતી...