36 C
Ahmedabad

વિડીયોમાં સમજો શું છે અગ્નિપથ યોજના અને શા માટે થઈ રહ્યો છે વિરોધ

Published:

Agneepath scheme In Gujarati : દેશમાં ચારે તરફ અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચરમસીમાં પર પહોંચ્યા છે. સમાચારોમાં સતત અગ્નિપથ વિરોધ પ્રદર્શનનોના અહેવાલ આવી રહ્યાં છે. ત્યારે શું છે અગ્નિપથ યોજના અને શા માટે થઈ રહ્યો છે તેનો વિરોધ એ ટૂંકમાં સમજવા માટે નીચેનો વિ઼ડીયો Video ઉપયોગી થશે.

દેશભરમાં અગ્નિપથ ભરતી યોજનાનો વિરોધ Agneepath Protest news in Gujarati થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગણા બાદ ગતરોજ 18 જૂને ગુજરાતમાં જામનગરમાં પણ હજારો યુવાનો વિરોધ પ્રદર્શનક કરતા જોવા મળ્યા હતા. ઉત્તર પ્રદેશ અને બિહાર તેલંગણા અને હરિયાણામાં યુવાનોનો વિરોધ બેકાબુ બન્યો છે. વિરોધ પ્રદર્શન કરતા યુવાનોએ કેટલીક સરકારી સહિત ખાનગી મિલકતોનો સત્યાનાશ બોલાવ્યો છે.

Agneepath protest reason in Gujarati જૂઓ વિડીયો

બિહારમાં અને તેલંગણામાં રેલ્વે સ્ટેશન અને ટ્રેનના કોચમાં આગ લગાવવામાં આવતા મામલો બેકાબૂ બન્યો હતો. ગઈકાલે જ બિહારમાં કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી સાથે જ સવારે 4 થી રાત્રીના8 સુધી ટ્રેન પણ રોકવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મોટો સવાલ છે કે આંદોલનકારી યુવાનો આટલી હદે હિંસક કેવી રીતે બની ગયા ?

વિરોધ પક્ષના કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા યુવનોને ગઈકાલે અપીલ કરવામાં આવી હતી કે, આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક રીતે કરવામાં આવે. પરંતુ અહિંસા અને શાંતિની કોઈ અપિલ આજસુધી કારગર નિવડી નથી.

Related articles

Recent articles