Wednesday, May 18, 2022

જાવેદ અખ્તરને પ્લેનમાં બેસાડી અફઘાનિસ્તાન મોકલી દો; VHPની માગ

ફિલ્મી સંગીતથી (Bollywood Singer) વિખ્યાત જાવેદ અખ્તરે (Javed Akhtar) રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને તાલિબાન સાથે સરખાવતા હોબાળો થયો છે. જાવેદના ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આપેલા આ નિવેદનથી વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) ગીન્નાયું છે અને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.

નારાજ થયેલા વીએચપીના કાર્યકરોએ કલેકટર ઑફિસના દરવાજા પાસે જાવેદ અખ્તરના પુતળાનું દહન કરી નારાબાજી કરી હતી. તેમની માગણી છે કે જાવેદ અખ્તરને પ્લેનમાં બેસાડી અફઘાનિસ્તાન(Afghanistan) મોકલી દેવામાં આવે.

વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓ એ પુતળા દહન કરી જાવેદ અખ્તરનો વિરોધ પણ કર્યો હતો. અને નારાબાજી સાથે રોડ પર જામ લાગાવી દેવાના પણ અહેવાલો મળી રહ્યાં છે.એક અહેવાલ પરથી માહિતી મળે છે કે વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે કે, જાવેદ અખ્તરે સંઘની તુલના તાલિબાન સાથે કરી હતી જે શરમજનક છે.

માટે તેના જેવા લોકોને તો પ્લેનમાં બેસાડીને અફઘાનિસ્તાન જ રવાના કરી દેવા જોઈએ. આ પ્રકારના લોકોને દેશમાં રહેવાનો કોઈ હક્ક નથી. સાથે જ એક અહેવાલમાં તો જણાવાયું છે કે વિશ્વ હિન્દુ પરિષદે ધમકી ઉચ્ચારી છે કે જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો કાર્યકરો પોતાની રીતે મામલો નિપટાવી દેશે.

- Advertisment -

Must Read

man sleeping with chittah in video viral mr Dolph C Volker trending video on social media youtube

ચિત્તા સાથે ઉંઘતા માણસનો વિડીયો ફરી થયો વાયરલ, જાણો શા માટે...

Man sleeping with three cheetahs viral video : આપે કદાચ કોઈ વ્યક્તિને બિલાડી અને કૂતરા સાથે સૂતા જોયા હશે, પરંતુ શું તમે...