Homeગુજરાતગીર સોમનાથરિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ ફિશરિઝ દિવસની વર્ચ્યુલી માધ્યમથી ઉજવણી કરાઇ

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ ફિશરિઝ દિવસની વર્ચ્યુલી માધ્યમથી ઉજવણી કરાઇ

-

રિલાયન્સ ફાઉન્ડેશન, કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વેરાવળના સંયુક્ત ઉપક્રમે સાગરખેડુ માટે વિશ્વ ફિશરીઝ દિવસ નિમિત્તે…

પરાગ સંગતાણી – ગીર-સોમનાથ(Veraval News)- તા. -૨૪, રિલાયન્સ ફાઉન્ડેશન, કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વેરાવળના સંયુક્ત ઉપક્રમે સાગરખેડુ માટે વિશ્વ ફિશરીઝ દિવસ(World Fisheries Day) નિમિત્તે વર્ચ્યુલી માધ્યમથી સેમિનાર યોજવામાં(virtually celebrated) આવ્યો હતો. જેમાં વેરાવળ ફિશરીઝ કોલેજના આચાર્ય ડો. એસ આઈ યુસુફભાઈ દ્વારા વર્લ્ડ ફિશરીઝ દિવસના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Veraval News World Fisheries Day was virtual meeting

ઉપરાંત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ વિશાલ ગોહેલે ટકાઉ અને જવાબદારી પૂર્ણ માછીમારી વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, ડો. કેતન ટાંકે માછીમારી દરમ્યાન સમુદ્ર સુરક્ષા અને સાવચેતી વિષે માહિતી આપી હતી અને અંતમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ફિશરીઝ વિષયના નિષણાત અમિત ભાઈ મસાણી દ્વારા માછીમારો માટે ઉપયોગી ટેક્નોલોજી આધારિત રિલાયન્સ ફાઉન્ડેશનની સેવાઓ વિશે માર્ગદર્શન મળી રહે તે માટે યુટ્યુબ ઉપર લાઈવ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ: ઓળખપત્રમાં ક્ષતિ અને સરનામુ સુધારવાની તક

ગુજરાત ભરના સાગરખેડૂએ યુટ્યુબના માધ્યમથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામ નું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશનના ફિશરીઝ વિષયના નિષણાત અમિતભાઇ મસાણી અને હરેશભાઈ ગજેરા દ્વારા કરવામા આવ્યું હતું.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....