Homeગુજરાતગીર સોમનાથન્યાય માટે ખેડૂતે કીડની વેચવા મંજૂરી માંગી, 18 વર્ષથી લડે છે લડાઈ...

ન્યાય માટે ખેડૂતે કીડની વેચવા મંજૂરી માંગી, 18 વર્ષથી લડે છે લડાઈ જાણો સમગ્ર મામલો

-

શૈલેષ નાઘેરા, Veraval News વેરાવળ : ન્યાય માટે ખેડૂતે કીડની વેચવા મંજૂરી માંગી 18 વર્ષથી લડે છે લડાઈ -સુત્રાપાડા. ભારતમાં ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ અને ખર્ચાળ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ખેડૂત અરસીભાઈ રામ. સુત્રાપાડા Sutrapada ના અરસીભાઈ રામ છેલ્લા 18 વર્ષથી પોતાની જમીન બોગસ સહીઓ અને કાગળ બનાવી વેચી માર્યાના આક્ષેપ સાથે ન્યાય ઝંખી રહ્યા છે. અરસીભાઈ ન્યાય માટે વેરાવળથી ગાંધીનગર સુધી સાઈકલ ચલાવી મુખ્યમંત્રીને મળવા રજૂઆત કરવા પહોંચ્યા હતા. છતાં ન્યાય નહીં મળતા પ્રધાનમંત્રી મોદીને મળવા સાયકલ લઈ દિલ્હી જવા નિકળ્ય હતા, જે યાત્રા દરમિયાન તાલાલાથી પોલીસે તેમની અટક કરી લીધી હતી. હવે તેમને ન્યાય માટે ઉચ્ચ અદાલતમાં જવા માટે નાણાની જરૂરીયાત હોય કીડની વેચવાની મંજૂરી માંગતી અરજી કરી છે.

સમગ્ર ઘટના એવી છે કે, સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત અરસીભાઈ રામનો આક્ષેપ છે કે તેમની કુકરાશ ગામની જમીન વર્ષ 2002માં બોગસ કાગળ બનાવી અને સહીઓ કરી વચી મારવામાં આવી છે. અરસીભાઈનો આક્ષેપ છે કે તત્કાલીન સરપંચ પુષ્યાબેન્ છાત્રોડીયા અને નાગાજણભાઈ છાત્રોડીયા, લક્ષમણભાઈ મેર, મંગાભાઈ સોલંકી તેમજ તલાટી મંત્રી અનીલ ચુનીલાલ દ્વારા બોગસ કાગળ અને સહીઓ કરી તેમની માલીકીની જમીન વેચી મારવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગનો કાયદા લાગુ પાડવા રજૂઆત

આ મામલે તેઓ દ્વારા છેલ્લા 18 વર્ષથી રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી રહી છે. અરસીભાઈના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી જવાના પણ પ્રયાસો બાદ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ અરસીભાઈ એ લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ કાર્યવાહીની માંગણી કરી હતી. જે મામલે કલેકટર કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

2-3 પેઢી જતી રહે તો પણ ન્યાય મળે તેમ નથી લાગતું.

આખરે તેઓ આ મામલે ઉચ્ચ અદાલતમા જવા ઈચ્છતા હોય નાણાની જરૂરીયાત હોવથી કીડની વેચવા માંગે છે. અરસીભાઈએ કલેકટરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેઓને આ લડતમાં 18 વર્ષ જતા રહ્યાં છે પણ ન્યાય નથી મળ્યો. માટે તેઓ તાત્કાલીક ન્યામ ઝંખે છે કારણ કે તેમને 2-3 પેઢી જતી રહેશે તો પણ ન્યાય મળશે તેમ જણાતું નથી.

Must Read