પરાગ સંગતાણી, સોમનાથ ન્યુઝ : વિશ્વ પ્રસિદ્ધ પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. આજે યોગાનુયોગ શ્રાવણનો બીજો સોમવાર અને અગીયારસ એક સાથે હોય, ભક્તો આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
દુર-દુરથી પગપાળા ચાલતા યાત્રિકોના હર હર મહાદેવના નાદથી સોમનાથના (Somnath) રસ્તા દિવ્ય બન્યા હતા. આજે પ્રાતઃ શૃંગારમાં સોમનાથ મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબરનો શૃંગાર કરવામાં આવ્યો હતો.સાથે જ ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહાર સાથે અલૌકિક શૃંગાર કરવામાં આવેલ હતો. જે દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.
સોમનાથ મંદિર પરિસરમાં ભાવિકોનું ઘોડાપુર

એક અંદાજ પ્રમાણે સવારે 4 વાગ્યે થી 8 વાગ્યા સુધી એટલે ચાર કલાકમાં 15 હજારથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા.પ્રાતઃ આરતી સમયે ભક્તોનો માનવમહેરામણ અને રત્નાકર સમુદ્ર શિવ ભક્તિમાં લીન બન્યા હતા.સવારે વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરનો અલૌકીક નજારો

વધુ વાંચો- રાજનીતિના કલાસ કરાવશે નરેશ પટેલ; શું દુઃખે પેટ કુટે માથું જેવી સ્થિતિ ?
વધુ વાંચો- નિઃશુલ્ક બહેનોની રાખડી ભાઈ સુધી પોતાની કારથી પહોંચાડશે