Homeગુજરાતગીર સોમનાથVeraval news ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ કુલ ૬.૯૧ કરોડની ૪૧ લોન...

Veraval news ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ કુલ ૬.૯૧ કરોડની ૪૧ લોન મંજૂર કરાઈ

-

પરાગ સંગતાણી-ગીરસોમનાથ(Gir Somnath-Veraval) તા ૨૧, ગીરસોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં યોજાયેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળ કુલ ૧૫ બેન્કોએ ૪૧ લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ ૬.૯૧ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. 

 કોરોનાની મહામારીને કારણે લોકોના અર્થતંત્ર પર વિષમ અસર પડી હતી. ત્યારે વિશેષ રૂપે નાના ઉદ્યોગો અને લઘુ વેપાર પર કોરોનાના સમયગાળામાં માઠી અસરો પહોંચી હતી. ત્યારે સરકારશ્રી દ્વારા તમામ બેન્કોને  લઘુ વેપારીઓ અને ઉદ્યોગોને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપાયા હતા.

તેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ૧૫ બેન્કો દ્વારા ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ૪૧ લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ ૬.૯૧ કરોડની લોન આ કાર્યક્રમમાં મંજુર  કરાવામાં આવી હતી.

ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ કુલ ૬.૯૧ કરોડની ૪૧ લોન મંજૂર
ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ કુલ ૬.૯૧ કરોડની ૪૧ લોન મંજૂર

આ તકે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, બેન્કોનું કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુભગ બનાવવાનું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને તેમને યોજનાઓના લાભ લેવા પ્રેરિત કરવા જોઈએ.

સાથે જ બેન્કના કર્મચારીઓએ મધ્યમ વર્ગ, મજૂરો અને ખેડૂતોને સંવેદના સાથે સન્માનપૂર્વક વર્તન કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.

આ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમમાં નાબાર્ડ એ.જી.એમ કિરણ રાઉત, એસ.બી.આઈ રીજનલ મેનેજર નીરજ જોષી, લીડ બેન્કના ચીફ મેનેજર ભગવાન મેર ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read