Veraval News in Gujarati પરાગ સંગતાણી (સત્યમંથન ન્યૂઝ, વેરાવળ): આજરોજ તા 06 જૂનના રોજ એલ.સીબી સ્ટાફના માણસો એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, હેડ કોન્સ . નરેન્દ્રભાઇ પટાટ, ભાવેશભાઇ મોરી તથા ડ્રાયવર હેડ કોન્સ્ટેબલ ગોપાલ મકવાણા નાઓ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે કાજલી ગામના ઘુસડનો પા વાડી વિસ્તારમાં જુગાર અંગે રેઇડ કરી રોકડ રૂપિયા 47,490 તથા મોબાઇલ નંગ- 09 રૂપિયા 45,000 / – તથા મોટરસાયકલ નંગ -03 રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 1,52,490 ના મુદામાલ સાથે 9 આરોપી ઝડપી પાડ્યા છે.
વેરાવળના કાજલી ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચે 9 જુગારીઓને ઝડપી પાડયા – Veraval News in Gujarati
ઝડપાયેલા આરોપીઓ
અફજલ અલીમહમદ સુમરા રહે.કાજલી
આરીફભાઇ મુસાભાઇ ગોહેલ રહે. પ્રભાસ પાટણ
અલ્તાફભાઈ ઇસાભાઇ સુમરા રહે કાજલી
સાકીબભાઇ અલીભાઇ ગઢીયા રહે. પ્રભાસ પાટણ
શબ્બીરભાઇ સુલેમાનભાઇ ગઢીયા રહે. પ્રભાસ પાટણ
શકીલભાઇ અલીભાઇ ગઢીયા રહે. પ્રભાસ પાટણ
મુસ્તાકભાઇ યુસુફભાઇ મહિડા, રહે. પ્રભાસ પાટણ
શાકીરભાઇ સલીમભાઇ શેખ રહે. પ્રભાસ પાટણ
દિલાવરભાઇ બાબુભાઇ સુમરા રહે. પ્રભાસ પાટણ
તમામ આરોપીઓની અટક કરી સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.