Homeગુજરાતગીર સોમનાથગીર સોમનાથ પોલીસને દરિયાકાંઠે પણ ખુબ મોટો શંકાસ્પદ માદક પદાર્થ જથ્થો મળ્યો

ગીર સોમનાથ પોલીસને દરિયાકાંઠે પણ ખુબ મોટો શંકાસ્પદ માદક પદાર્થ જથ્થો મળ્યો

-

વેરાવળ ન્યુઝ : જુનાગઢના માંગરોળ (Mangraol)ના દરિયાકાંઠેથી શંકાસ્પદ નશાકારક પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ ગીર સોમનાથ પોલીસને પણ આ પ્રકારના પેકેટનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. ગીર સોમનાથ પોલીસ (Gir Somnath Police)ના એસઓજી અને મરીન પોલીસે દરિયાકાંઠે તપાસ કરતા મોટો શંકાસ્પદ નશાકારક પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો છે.

Suspected drug substance search opration gir somnath police august 2022
દરીયાકાંઠે તપાસ કરતા પોલીસ અધિકારીઓ :અહેવાલ પરાગ સંગતાણી

ગીર સોમનાથ પોલીસે માંગરોળના દરિયાકાંઠે મળેલા બીનાવારસું શંકાસ્પદ પદાર્થના પેકેટ બાદ પોતાના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જુનાગઢ (Junagadh) અને ગીર સોમનાથનો ભૌગોલિક રીતે જોડાયેલો હોય દરિયાકાંઠો પણ એક જ લાગુ પડે છે.

Suspected drug substance search opration gir somnath police today
Gir Somnath Police search Operation :અહેવાલ પરાગ સંગતાણી

જેના કારણે ગીર સોમનાથ પોલીસે 10 ટીમની રચના કરી દરિયાકાંઠે સઘન સર્ચ કરવામાં આવ્યું હતું. આદ્રી ગામથી લાટી કદવાર સુધીના દરિયાકાંઠે ચાલેલા આ સર્ચમાં પોલીસને કુલ 160 પેકેટ શંકાસ્પદ રેડીશ બ્રાઉન રંગનો માદક પદાર્થ મળ્યાના અહેવાલ છે.

Suspected drug substance search opration gir somnath police news
Suspected drug substance :અહેવાલ પરાગ સંગતાણી

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને 1 કિલોના 160 પેકેટ મળતા 160 કિલો માદક પદાર્થ મળી આવ્યો છે. જેની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવા માટે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવાઈ હતી. પોલીસે હાલ આ તમામ પેકેટ કબ્જે કરી એફએસએલ રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. ઉપરાંત હજૂ પોલીસનું સર્ચ ઓપેરશન ચાલી રહ્યું હોય વધારે આ પ્રકારના પેકેટ પણ મળી શકે તેવી શક્યાતાઓ જણાય છે.

Suspected drug substance search opration gir somnath police
Gir Somnath Police search Operation :અહેવાલ પરાગ સંગતાણી

વધુ વાંચો- જુનાગઢના દરિયાકાંઠે આ રીતે મળ્યા ચરસના પેકેટ; તપાસનો ધમધમાટ શરૂ

વધુ વાંચો- આ રીતે સુરતના બાંગ્લાદેશીમાંથી તમંચા સાથે કુખ્યાત આરોપી વસીમ પકડાયો

Must Read