Veraval News Gujarati વેરાવળ : વેરાવળ-પાટણ શહેરી વિસ્તારમાં રાજય સરકારના 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ વોર્ડ નં.5 અને 6 ના વિસ્તારમાં શાહીગરા કોલોની નજીક અનુપમ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારના વિવિધ વિભાગોને લગતી વ્યક્તિગત કોઈ પણ સેવાઓની જરૂરીયાત હોય તે એકજ સ્થળે પૂરી પાડવામાં આવી હતી. આસપાસના વિસ્તારોના લોકોએ સેવાસેતુ કેમ્પનો લાભ લીધો હતો.
આ તકે નગરસેવક અફઝલ પંજાએ જણાવ્યું હતું કે, છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.જે સરકારશ્રીની દૂરદર્શિતા અને સમાન્ય લોકો માટેની સહાનુભૂતિ દર્શાવે છે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકા લક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, વેરા સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ધિરાણ સંબંધિત સેવાઓ જેવી કુલ ૫૬ સેવાઓ લોકોને એકજ સ્થળે પુરી પાડવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા અનુપમ પ્રાયમરી & હાઇસ્કુલ શાહીગરામાં સેવા સેતુનું આયોજન કરેલ હતું. લાંબા સમય પછી આ વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ થતા ખૂબ મોટા પ્રમાણમાં જરૂરતમંદ લોકોએ તેનું લાભ મેળવેલ હતો. જેમાં 1400થી વધુ લોકોએ જુદી-જુદી સેવાઓનો લાભ મેળવેલ હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો એ માર્ગદર્શન પણ મેળવેલ હતું.
વેરાવળ અનુપમ સ્કુલમાં 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો: ગીર સોમનાથ Veraval News Gujarati

આ તકે નગરસેવક અફઝલ પંજા દ્વારા આવેલ તમામ મહેમાનોનું શાલ ઓઢારી તેને હારફૂલ કરેલ હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ગુલામભાઈ ખાન, સતારભાઈ શેખું, બાદલભાઈ હુંબલ, શાહીલ શેખું, અલતાફભાઈ ચૌહાણ, નગરપાલિકા સેકેટરી દિગંત દવે, મામલતદાર શ્રીમાળી, નાયબ મામલતદાર રાજુભાઇ ચાવડા, અનુપમ સ્કુલના આચાર્ય અનિષાબેન ગાજીપૂરા હાજર રહેલ હતા તેમજ વિસ્તાર સામાજીક કાર્યકરો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.