Homeરાજકારણછોડીદો ખેડૂતોનું દમન, વરૂણ ગાંધીએ વીડિયો ટ્વિટ કર્યો જૂઓ

છોડીદો ખેડૂતોનું દમન, વરૂણ ગાંધીએ વીડિયો ટ્વિટ કર્યો જૂઓ

-


આ પહેલા પણ વરૂણ ગાંધીએ લખીમપુર ખીરી કાંડનો વીડિયો ટ્વિટર પર ટ્વિટ કરી કહ્યું હતું
કે હત્યા કરી તમને ચૂપ નહીં કરાવી શકો. તેમને ત્યારે લખ્યું હતું, આ વીડિયો બિલકુલ કાંચની માફક સ્પષ્ટ છે. આંદોનકારી ખેડૂતોનું મર્ડર કરી ચૂપ નહીં કરાવી શકો. નિર્દોષ ખેડૂતોનું રક્ત વહાવવાનીઘટના માટે જવાબદારી નક્કી કરવી પડશે. દરેક ખેડૂતોના મગજમાં ગુસ્સો અને નિર્દયતાની ભાવના ઘર કરે તે પહેલા તેમને ન્યાય મળવો જોઈએ.

નેતા વરૂણ ગાંધીએ બડે દિલવાલેનો વીડિયો ટ્વિટ કર્યો – Leader Varun Gandhi tweeted a video of big Hearted

કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી આ દિવસોમાં પાર્ટીમાં બાગી નેતાનું સ્વરૂપ ધારણ કરતા જણાય છે. અવારનવાર તેઓ પાર્ટીના નેતાઓ વિરૂધ્ધમાં નિવેદનબાજી કરતા જોવા મળે છે. લખીમપુર ખીરીમાં ખેડૂતો ઉપર ગાડી ચડાવવાના મામલે તેમને આજે ફરી ભાજપ સરકારની આલોચના કરી છે. અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેરીના ભાષણનો એક અંશ સોશિયલ મીડિયા પર શેર કરતા તેમને મોટો દિલવાળા નેતા જણાવ્યાં છે.

વરૂણ ગાંધીએ વાજપેયીજીનો જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેઓ ખેડૂતોના દમન વિરૂધ્ધમાં અવાજ બુલંદ કરતા નજરે પડે છે. વીડિયોમાં વાજપેયીજી એવું કહેતા દેખાય છે., “હું સરકારને ચેતવણી આપવા ઈચ્છું છું, દમન કરવાની રીત છોડી દો. ડરાવવાની કોશીષ ન કરો. ખેડૂત ડરવાનો નથી. અમે ખેડૂતોના આંદોલનને પક્ષના રાજકારણ તરીકે ઉપયોગ કરવા નથી માંગતા. પરંતુ ખેડૂતોની ઉચીત માંગણીનું સમર્થન કરીએ છીએ. અને જો સરકાર દમન કરશે, કાયદાનો દૂર ઉપયોગ કરશે, શાંતીપૂર્ણ આંદોલનને દબાવાવની કોશીષ કરશે તો ખેડૂતોના સંઘર્ષમાં સાથે કુદવાથી પણ સંકોચ નહી કરીએ. અમે તેમની સાથે ખભાથી ખભો મેળવી સાથે રહેશું.”
વરૂણ ગાં

ધીએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે, લખીમપુર ખીરી કાંડને હિંદુ બનામ સિખની લડાઈ કરવાની કોશીશ થઈ રહી છે. આ માત્ર અનૈતિક જ નહીં પણ અસત્ય પણ છે. એ ઘા ને ફરીથી ખોલવો ખતરનાક સાબિત થઈ શકે છે જેને ઠિક થતા પેઠીઓ ગઈ છે. આપણે રાષ્ટ્રિય એકતાથી ઉપર રાજકારણના ફાયદા નહીં રાખવા જોઈએ.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...