Homeરાષ્ટ્રીયC2+50% ફોર્મ્યુલા હેઠળ ખેડૂતોને ભાવ આપવામાં આવે : વરુણ ગાંધી

C2+50% ફોર્મ્યુલા હેઠળ ખેડૂતોને ભાવ આપવામાં આવે : વરુણ ગાંધી

-

વરુણ ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખી સ્વામીનાથનના અધ્યક્ષતામાં રચાયેલી કમિટીની ભલામણ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે.

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ(Varun Gandhi) પણ વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેચવાના વાતને સમર્થન આપ્યું, અને વરુણએ મોદીને કૃષિ કાયદાઓને અનુસંધાને એક પત્ર પણ લખ્યો. જે પત્રમાં તે લખે છે કે, ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેચવાનું એલાન કર્યું તેનું હું સ્વાગત કરુ છું.

મારું વિનમ્ર નિવેદન છે કે, MSP પર કાયદો બનાવવાની માંગણીઓ પર તેમજ અન્ય મુદાઓ પર તાત્કાલિક નિર્ણય થવો જોઈએ, જેથી કિસાન ભાઈઓ આંદોલન પૂરું કરી સન્માન સાથે પોતાના ઘરે પાછા ફરે. આ પત્રમાં તેને એવું પણ લખ્યું કે, લખીમપુર ખીરી ઘટના લોકતંત્ર પર એક ધબ્બો છે.આ ઘટના સાથે જોડાયેલા મંત્રી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. સાથેજ સરકારે રાષ્ટ્રહિતમાં લઘુત્તમ ટેકાના ભાવની વૈધાનિક ગેરંટી માટેની ખેડૂતોની માંગણી સ્વીકારવી જોઈએ.

Varun Gandi Letter to PM Hindi by Abhinav Bhatt

C2+50% ફોર્મ્યુલા શું છે?
કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનની અધ્યક્ષતામાં રચાયેલ નેશનલ કમીશન ઓન કોમર્સ ના આયોગે તેના અહેવાલમાં ભલામણ કરી હતી કે ખેડૂતોને C2+50% ફોર્મ્યુલા હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)આપવામાં આવે. આનો અર્થ પાકની કુલ કિંમત (Complete Costs- C2) અને તેના પર 50 ટકા નફો.

વરુણ ગાંધીએ PM મોદીને લખેલા પત્રમાં આ ફોર્મુલા અંતરગત ખેડૂતોને તાત્કાલિક MSP આપવાની ભલામણ કરી હતી. વરુણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ઘણા Tweet પણ કર્યા હતા. અને તેનું કહેવું છે કે, જ્યાં સુધી MSPની ગેરેંટી સરકાર દ્વારા આપવામાં નહિ આવે ત્યાં સુધી કિસાનોનું શોષણ થતું રહેશે. અને સાથે જ પોતે પોતાની રાજકીય પાર્ટી ભાજપ પર પણ સવાલ ઉભો કર્યો છે.

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...