Varsadni Agahi 2022 : નવરાત્રિનો ત્રીજો દિવ્સ છે એટલે કે ત્રીજું નોરતું છે. મા આદ્યાશક્તિની આરાધના અને ગરબાની રમઝટ વચ્ચે વરસાદની આગાહી પણ ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓમાં વરસાદ (Rain) ખલેલ પહોંચાડે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ શહેરમાં ક્યાંય પણ વરસાદ નથી વરસ્યો.
ગતરોજ રાજકોટમાં વરસાદ નથી વરસ્યો પણ વરસાદની આગાહીને (Weather Forecast) પગલે આજે રાત્રે વરસાદ વરસી શકે તેમ છે. પ્રાપ્ત માહિતી મુજબ વરસાદ રાજકોટમાં આજે રાત્રે વરસે તેવી સંભાવના છે. આ સાથે જ ગરબાના ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.
Weather Forecast map
રાજકોટ શહેરની જો વાત કરીએ તો સવારથી વાતાવરણ ચોખ્ખું છે અને વાદળ પણ જોવા મળતા નથી. પરંતુ સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યો હતો. બાદમાં સુરજ ઉગતા ધીમે ધીમે સવારે 8 વાગ્યા સુધીમાં ધુમ્મસ જતો રહ્યો અને વાતાવરણ ચોખ્ખુ થયું. પરંતુ હજુ પણ વાતાવરણ પલ્ટો થઈ શકે તેમ હોવાની સંભાવનાઓ વ્યવક્ત કરાઈ રહી છે.
ડિબાંગ વાદળોથી ધેરાય અને વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત થઈ છે. સાંજ થતા બફારો વધશે અને કાળા ડિબાંગ વાદળ થશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.
જૂઓ વિડીયો- વિધાનસભામાં ધારાસભ્ય આવું કરવા જાય છે ?