Homeગુજરાતનવરાત્રી પહેલા આ સમાચાર આવતા ખેલૈયાઓ થયા ચિંતિત: ગુજરાત

નવરાત્રી પહેલા આ સમાચાર આવતા ખેલૈયાઓ થયા ચિંતિત: ગુજરાત

-

Varsad ni Agahi 2022 : 2 વર્ષ સુધી નવરાત્રી પર્વમાં મોટા આયોજનો ખાસ પ્રોટોકોલ મુજબ કરવા પડ્યા હતા. પરંતુ હવે છુટછાટ સાથે નવરાત્રી(Navratri Festival)ના આયોજનો થાય તેમ છે. જેના કારણે લોકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કરેલી વરસાદ Varsad Na Samachar ની આગાહી મુજબ વરસાદ નવરાત્રીના રંગમાં ભંગ પાડે તેવી છે.

Varsad ni Agahi શું છે વરસાદની આગાહી ?

આગામી 26 સપ્ટેમ્બરના રોજ આસો સુદ એકમના સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રી આવતા ગરબા રસીકો અને ખૈલૈયોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પણ થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદ રંગમાં ભંગ પાડી શકે તેમ છે. ગરબાની પ્રેક્ટિસ કરતા ખેલૈયાઓને ખુલ્લામાં ગરબામાં રમવા વરસાદ વિક્ષેપ પાડી શકે તેવી આગાહી સામે આવી છે.

લાંબા સમયથી નવરાત્રીમાં ગરબા રમવાની રાહે બેઠેલા ખેેલૈયાઓ માટે વરસાદની આગાહી માઠા સમાચાર જેવી છે. ટૂંકમાં હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 26 સપ્ટેમ્બરના રોજથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના સર્જાય છે. જેના કારણે ચોમાસું બાય-બાય થાય તે સમયે પણ વરસાદ વરસાવતું જશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.

Weather Forecast શું કહે છે આગાહી ?

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હળવો વરસાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરસી શકે છે. આ દિવસો દરમિયાન નવરાત્રી ચાલતી હશે માટે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

ગતરોજ કેટલા જિલ્લામાં નોંધાયો વરસાદ ?

બીજી તરફ ગતરોજની જ વાત કરીએ તો રાજ્યમાં ભાવનગર, રાજકોટ, અમદાવાદ, ગીર સોમનાથ, મોરબી, જામનગર અને દ્વારકા સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં તો મેઘરાજા રીતસર ઘમરોળીને ગયા હોય તેમ 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસાવી ગયા છે.

ખેડૂતો માટે ભારે પડી રહ્યો છે વરસાદ

હાલ વરસતા વરસાદ અને આગામી સમયમાં પણ વરસાદની આગાહી મુજબ વરસાદ થાય તે ખેડૂતો માટે પણ હવે પરેશાની છે તેમ કહેવાય છે. ખેડૂતોની મહિનાઓની લાંબી મહેનતથી ઉપજાવેલા પાકને લણવા પહેલા જ વરસાદ નુકશાન કરી રહ્યો છે.

આટલા તાલુકામાં ગતરોજ પડ્યો વરસાદ

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 219 તાલુકામાં વરસાદ થયો છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...