ગાંધીનગર : ગુજરાત ભરમાં છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગ દ્વારા આગાહીના અનુરૂપ વરસાદ (Varsad) વરસ્યો હતો.હજુ પણ આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી (Varsad ni Agahi 2022) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જોકે વરસાદની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વધુ વાંચો- ન્યારી ડેમમાં જીપ ફેરવવા ગયા યુવાનો વિડીયો થયો વાયરલ

Gujarat weather News: હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, આજે સુરત, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા,નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ,દીવ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની અસર પણ વર્તાઈ રહી છે. જ્યારે અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે.
Gujarat weather News, Ahmedabad Rain Viral Video
Gujarat Rain: અમદાવાદમાં ભારે વરસાદના કારણે નિકોલમાં રીંગરોડની બાજુમાં માટી ખોદીને નહેર કરવામાં આવી છે તેમાં પાણી ભરાતા કાર ફસાઈ…
Gujarat Rain news: Karjan dam Overflow Video
વધુ વાંચો- વરસાદમાં આખલો બિલ્ડીંગના ત્રીજા માળે ચઢ્યો જૂઓ પછી શું થયું !
તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, મહીસાગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
વધુ વાંચો- પૂરગ્રસ્ત વિસ્તારમાં આ પરીક્ષા મામલે મોટો નિર્ણય
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એક સેટેલાઇટ ઇમેજ પણ પોતાની વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે.જેમાં હાલની વરસાદની સર્ક્યુલેશન સિસ્ટમ અને હવામાનની સ્થિતિ દર્શાવવામાં આવી છે.તેવામાં વરસાદનું સંકટ હજુ પણ ઓછું થયું નથી અને આજના દિવસે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આગામી 3 કલાકમાં ખાબકી શકે છે.
Latest Gujarat Rain news update
સીએમ દ્વારા પણ ગઈ કાલે વરસાદથી અસરગ્રસ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. હાલ તમામ જીલ્લાઓમાં વરસાદને લઈને તૈયારીઓ પ્રશાસન દ્વારા થઇ રહી છે.