Homeગુજરાતધારી ખોડીયાર ડેમ અને શેત્રુજી નદી નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા...

ધારી ખોડીયાર ડેમ અને શેત્રુજી નદી નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ

-

અમરેલી : રાજ્યમાં સાર્વત્રીક વરસાદ બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે કેટલાક જળાશયો ઓવરફ્લો થયા છે અને કેટલાક વરસાદની આગાહી (Varsad Ni Agahi 2022)ને પગલે ઓવરફ્લો થશે તેવી શક્યતાઓ ધરાવે છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી સાવચેતી રાખવા સૂચના જાહેર કરવામાં આવી છે. ત્યારે અમરેલી (Amreli)ના ધારી ખોડીયાર ડેમ અને શેત્રુજી નદી નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જેમાં ધારી તાલુકાના ધારી, આંબરડી, ભડ, પાદરગઢ. બગસરા તાલુકાના હાલરિયા, હુલરિયા. અમરેલીના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકિયા, ગવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોરખવાળા, અને નાના ગોરાખવાળા. તેમજ લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાકંચ, બવડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, લોકા, લોકી. સાવરકુંડલા તાલુકાના બોરાળા, જૂના સાવાર, ખાલપર, આંકોલડા, મેકડા, ફિફાદ, ઘોંબા, પીપરડી જ્યારે ગારિયાધાર તાલુકાના ઠાંસા, જૂના ગુજરડા, મનાજી, રાણીગામ, સાતપડા, તેમજ પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસની, જાલીલા, જીવાપર, રણપરડા, રોહિશાળા જેવા ગામોને તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે કે, ધારીના ખોડીયાર ડેમમાં પાણીની આવક થતા જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડશે જેથી ડેમની નીચવાસમાં આવેલ ઉપરોક્ત નદી કાંઠાના ગામો માં નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહિ. અને સલામત સ્થળે ખસી જઈ સાવચેતીના પગલાં લેવા અને સાવ ચેત રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે .

Varsad Ni Agahi 2022 Amreli

Read More: Gujarat rain 2022 Updates

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....