Homeગુજરાતહવામાન ખાતાની મોટી આગાહી; હજુ બે દિવસ ગુજરાતમાં વરસાદના સમાચાર

હવામાન ખાતાની મોટી આગાહી; હજુ બે દિવસ ગુજરાતમાં વરસાદના સમાચાર

-

Weather Forecast Gujarat વરસાદના સમાચાર : થોડા સમયના વિરામબાદ ગુજરાત રાજ્યમાં ફરી વરસાદી Varsad વાદળો જોવા મળ્યા છે. આજે રાજ્યકક્ષાના આઝાદીના પર્વની ઉજવણી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં આગામી Varsad ni agahi 2022 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Weather Forecast Live

ક્યાં સક્રિય છે વરસાદી સિસ્ટમ ?

છેલ્લા થોડા દિવસોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. ગુજરાત પાસે અરબી સમુદ્ર (Arabian Sea)માં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દરિયામાં 50 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે દરિયાકાંઠે આશરે 12 થી 15 ફૂટ ઊંચા મોજાં ઊછળતા જોવા મળી રહ્યા છે.

બપોર સુધીમાં ક્યાં કેટલો વરસાદ

weather forecast gujarat varsadna samchar imd
Source: IMD Bhuj Radar Data

અમદાવાદમાં પણ સાંજના સમયે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે સવારથી સાંજ સુધીમાં 115 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

સુરતના ઉમરપાડામાં 1 ઇંચ

સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 6 ઇંચ

તલોદમાં 4 ઇંચ

હિંમતનગરમાં 4 ઇંચ

Varsad ni Agahi આગાહી શું છે ?

હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા ભારે કરંટને કારણે ઘણી બધી બોટોને નુકશાન પહોંચ્યુ છે. ભારે પવનને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.

માછીમારોને દરિયો નહીં ખેડવાનું સિગ્નલ

રાજ્યના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

આ ગામ એલર્ટ પર

રાજ્યમાં ભારે વરસાદના કારણે વિજયનગર અને ખેડબ્રહ્માના 10 ગામોને એલર્ટ કરાયા છે. હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતી સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં સરસવ ગામમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેના કારણે ગામ આખુ બેટમાં ફેરવાઇ ગયું છે. ભારે વરસાદના લીધે જળાશયોમાં પણ પાણીની ભારે આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હિંમતનગરની હાથમતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે.

સરદાર સરોવરના દરવાજા ખોલ્યા

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી વધતાં 23 ગેટ ખોલી એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. મોડાસા- મેઘરજ રોડ પર નાથવાસમાં રસ્તા ઉપર પાણી ભરાતા વાહનચાલકો માટે રોડ બંધ કરવામાં આવ્યો છે.

ખેતર થયા પાણી-પાણી

અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે, જેને લીઘે ખેતરો જળાશયોમાં ફેરવાઇ ગયા છે.સુરતના માંગરોળમાં વીજતાર પર ઝાડ પડતાં વિજળીનો થાંભલો તુટ્યો હતો પણ સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી છે.

Must Read