Varsad Na Samachar : ઉપલેટા (Upleta) તાલુકાના મોજ ડેમનો ૧ દરવાજો ૦.૨૫ ફૂટ ખોલવામાં આવ્યો
તા.૧૧ સપ્ટેમ્બર – રાજકોટ (Rajkot) જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ હાલ ઓવરફ્લો થઈ જતા ડેમનો ૧ દરવાજો ૦.૨૫ ફૂટ ખોલવામાં આવ્યો છે.
પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા નીચે મુજબના ગામનેનદીના પટમાં અવર – જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે.
- મોજીરા
- ગઢાવા
- કેરાળા
- ખાખીજાળીયા
- નવાપર
- સેવંત્રા
- ઉપલેટા
- વાડલા
કોટડા સાંગણી તાલુકાનો વાછપરી ડેમ ૧૦૦ ટકા ભરપાઈ જતાં ઓવરફ્લો થવાની શકયતા
રાજકોટ તા.૧૧ સપ્ટેમ્બર – રાજકોટ જિલ્લાના કોટડા સાંગણી તાલુકાનો કોટડા સાંગણી ગામ પાસેનો વાછપરી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ડેમમાં ૨૫૫૫ ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઈ છે.
પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતી હોવાથી કોટડા સાંગણી તાલુકામાં ડેમની હેઠવાસમાં આવેલા નીચેના ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
- પાંચિયાવદર
- ગોંડલ
- ખરેડા
- કોટડા સાંગણી
જેતપુર તાલુકાનો છાપરવાડી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ અને ૧ દરવાજો ,૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો
૧૧ સપ્ટેમ્બર – રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામ પાસે આવેલ છાપરવાડી-૨ ડેમ હાલ ઓવરફલો થઈ ગયેલ હોવાથી ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ તથા ૧ દરવાજો ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે.
હાલ ૨૧૭૫ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે હાલ પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારીકા ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે.