વરસાદના સમાચાર રાજકોટ : રાજકોટ (Rajkot) તા ૨૩ ઓગસ્ટ રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના નિલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ (Bhadar Dam) નિર્ધારિત સપાટીએ ૮૦ ટકા ભરાઈ જતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે.
ભાદર ડેમની હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના નિલાખા ,ભંડારીયા,નવાગામ ગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાંગારા, લુણાગરી, વાડાસડા ગામ, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા ગામ, ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી અને ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવ્યું છે.
વધુ વાંચો- પરિવાર જન્માષ્ટમી પર ફરવા ગયોને તસ્કરો ઘર સાફ કરી ગયા: મોરબી
Varsad Na Samachar