Homeગુજરાત10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

-

Gujarat Rain 2022 : ગુજરાતમાં આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 10 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. સૌથી વધુ ધરમપુરમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. ત્યારે અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા હિંમતનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલથી 8 જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી એસડીઆરએફની કુલ 22 પ્લાટુન અને 1 ટીમ જ્યારે એનડીઆરએફની કુલ 19 ટીમો તહેનાત કરવામાં આવી હતી. 

આ વિસ્તારોમાં પડ્યો આટલો વરસાદ 

જૂઓ : ગુજરાતના ખેડૂતે ભાજપના ટેલીકોલરને રીત સર તતડાવી નાખ્યો ? યુથ કોંગ્રેસે કરી ટ્વિટ

ધરમપુર – 5 ઈંચ
ચીખલી – 3 ઈંચ
ગીર સોમનાથ – 2.5 ઈંચ
વલસાડ –  2.5 ઈંચ 
કપરાડા વલસાડમાં – 4 ઈંચ
ખેરગામ 2.5 – ઈંચ
તાળાળા 2.5 – ઈંચ
થાનગઢ 2.3 – ઈંચ
વઘઈ 2.2 – ઈંચ
ગણદેવી 2.40 – ઈંચ 
વેરાવળ 2 – ઈંચ
પારડી 2 – ઈંચ
વાંસદા 2 – ઈંચ

વધુ વાંચો- ડેમના પાણીમાં જીપથી સ્ટંટ કરવા પડ્યા ભારે એકની ધરપકડ અન્યની શોધખોળ કરતી રાજકોટ પોલીસ

ફસાયેલા લોકો માટે આજે પણ એરલિફ્ટનો ઉપયોગ કરાશે 

આજે પણ નાગરીકોનું રેસ્ક્યુ ગણદેવી, નવસારી સહીતના વિસ્તારોમાં કરાયું હતું. ત્યારે ગઈ કાલે પણ અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લામાં વહેણમાં ફસાયેલા નાગરિકોને ચોપર દ્વારા એરલિફ્ટ કરાયા, એરલિફ્ટ કામગીરી હજુ પણ જરૂરી વિસ્તારોમાં કરવામાં આવશે.

39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરણ 

ગઈ કાલે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ 17,394 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે 21,243 નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ 570 નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.

Must Read