Homeગુજરાતમોરબીમોરબી જિલ્લાના ટંકારા, હળવદ સહિતના વિસ્તારોમાં વરસાદ

મોરબી જિલ્લાના ટંકારા, હળવદ સહિતના વિસ્તારોમાં વરસાદ

-

મોરબી ન્યુઝ : મોરબી જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં આજરોજ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના વિરામ બાદ ફરી વરસાદ આવતા ખેડૂતો (Khedut Samachar)માં ખુશી જોવા મળી છે. હાલ સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra)માં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે રાજકોટમાં પણ ધીમી ધારે વરસાદ Varsad વરસ્યાના અહેવાલ છે.

મોરબી જિલ્લાના વિસ્તારોમાં આજરોજ બપોરે 2થી 4 વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ટંકારા અને હળવદમાં અડધો પણ અડધો ઈંચ વરસાદ વરસ્યાની માહિતી મળી રહી છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમ પાસેથી મળતી માહિતી મુજબ, આજરોજ બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં 5 મીમી, હળવદમાં 15 મીમી, મોરબીમાં 8 મીમી અને વાંકાનેરમાં 6 અને ટંકારા તાલુકામાં બપોરે 2થી4 દરમિયાન 23 મિમી એટલે એક ઇંચ વરસાદ પડ્યો છે. હજુ જિલ્લામાં ધીમીધારે વરસાદ યથાવત છે.

Must Read