કોડીનાર : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને પગલે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદ Varsad વરસી રહ્યો છે.અમરેલી,ગીર સોમનાથ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અનેક નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. નદીના પાણી રસ્તાઓ પર ફરી વળવાને કારણે ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તાઓ તેમજ હાઇવે પર પાણીના કારણે મુશ્કેલી સર્જાઈ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના વેરાવળથી કોડીનાર જતા હાઇવે (Veraval Kodinar Highway) પર પર સોમત નદીના પાણી ફરી વળ્યાં છે. પાણી ફરી વળતા હાઇવે પર નદીના પાણીના લીધે અવર-જ્વર ઠપ્પ થઇ હતી. હજારો વાહનોની દરરોજની અવર-જવર અહીં રહેતી હોય છે. તેવામાં પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે અહીં પાણી હોવા છતાં પણ સોમત નદીના પાણીમાંથી પસાર થઇને લોકો વાહન ચલાવતા હોવા મળ્યા હતા. તેવામાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા પ્રશાસન દ્વારા કામગીરી કરવી જરૂરી બની છે.
અહીં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વેરાવળના પેઠાવાડા પાસે પુલનું કામ ચાલુ હોવાને કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે ત્યાંથી પાણી ફરી વળવાને કારણે રસ્તાઓ બંધ થયો હતો જેથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
ખાસ કરીને ટ્રક સહિતના વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે. તેવામાં કેટલાક વાહનો ફસાય તેવું પણ જોવા મળ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવું જરૂરી બન્યું છે નહીંતર મોટી દુર્ઘટના અહીં સર્જાય શકે છે.