Homeગુજરાતવરસાદમાં આખલો ત્રીજા માળે ચઢી ગયો તંત્રએ ઉતારવામાં હાથ ખંખેર્યા: મહુવા

વરસાદમાં આખલો ત્રીજા માળે ચઢી ગયો તંત્રએ ઉતારવામાં હાથ ખંખેર્યા: મહુવા

-

ભાવનગર : રાજ્યમાં ભારે વરસાદ (Varsad)ને પગલે મોટા-મોટા શહેરો પણ પાણી ભરાયા જળાશય જેવા અને ગામડાઓમાં પૂર જેવી સ્થિતી જોવા મળી હતી. ત્યારે અબોલ પ્રાણીઓ પણ જીવ બચાવવા સુરક્ષિત સ્થળ શોધે તે સ્વાભાવિક છે. તેવું જ કંઈક ભાવનગરમાં થયું જેને લોકો વિચિત્ર ઘટના કહે છે.

ભાવનગરના મહુવામાં વરસતા વરસાદ વચ્ચે મોડી રાત્રીના ડાયમંડ બિલ્ડીંગમાં આખલો ત્રીજા મજલે પહોંચી ગયો હતો. આખલો મધરાતે ત્રીજા મજલે પહોંચી જતા લોકો પણ અચંબિત થઈ હવે શું કરવું તે વિચારતા હતા. રહેવાસીઓએ આ ઘટનાની જાણ નગરપાલિકાને કરી મદદ માંગી હતી પરંતુ માણસોનો અભાવ હોવાનું કહી નગરપાલિકાના કર્મચારીએ હાથ અધ્ધર કર્યા હતા તેવી પણ લોક મુખે ચર્ચા સંભળાઈ રહી છે. આખરે

બાદમાં રહેવાસીઓએ ભાવનગરની સામાજીક સંગઠનની મદદથી ભારે જહેમત બાદ આખલાને નીચે ઉતાર્યો હતો. આખલો રાત્રીના વરસાદના કારણે બિલ્ડીંગના ત્રીજા મજલે ચઢી ગયો હતો તેવું સ્થાનિકોનું માનવું છે.

Must Read