Homeગુજરાતઆજના વરસાદના સમાચાર અને આગાહી: ગુજરાત

આજના વરસાદના સમાચાર અને આગાહી: ગુજરાત

-

વરસાદના સમાચાર : રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી જેના કારણે કેટલાક સ્થળો પર જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી હતી. બીજી તરફ સુકાભઠ્ઠ કચ્છના વિસ્તારમાં પણ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેથી કચ્છમાં પીવાના પાણીની તંગી દૂર થશે.

રાજ્યમાં હાલ સુધીમાં વરસાદ (Gujarat Rain 2022)ની સિઝનનો 58.32 ટકા 19.51 ઈંચ વરસાદ વરસી ગયો છે. આજરોજ અમદાવાદ અને રાજકોટમાં સવારથી જ છાંટા પડી રહ્યાં છે. કાળા વાદળોથી ભરાયેલું આકાશ વરસાદ વરસાવે તેવી શક્યતાઓ છે.

ગત 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં 4.5 ઈંચ, વાઘોડીયામાં 3 ઈંચ, વડોદરામાં 2 ઈંચ અને સંખેડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડા, પાદરા અને તિલકવાડામાં પણ 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંતના તાલુકામાં પણ 1 થી દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજરોજ વહેલી સવારથી જ 16 તાલુકામાં ધીમી ધારે મેઘમહેર શરૂ થઈ હોવાના અહેવાલ છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ

  • કચ્છ ઝોનમાં સીઝનનો 104 ટકા
  • સૌરાષ્ટ્રમાં 57.77 ટકા
  • દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા
  • પૂર્વ-મધ્ય ગુજરાતમાં 74.14 ટકા
  • ઉત્તર ગુજરાતમાં 32.6 ટકા

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં એક બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં માહોલ યથાવત રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી (Varsad ni Agahi 2022) મુજબ આગામી 5 દિવસ આ રીતે જ વરસાદનો માહોલ જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી.

Read More: Varsad na Samachar 2022

Must Read