Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લામાં 24 કલાકના વરસાદના મહત્વના સમાચાર

રાજકોટ જિલ્લામાં 24 કલાકના વરસાદના મહત્વના સમાચાર

-

Varsad Na News : રાજકોટ તા. ૧૪ સપ્ટેમ્બર ઉપલેટા તાલુકાના મોજ ડેમના ૨ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે. મોજ ડેમની હેઠવાસમાં આવતા ગામોમાં મોજીરા, ગઢાવા, કેરાળી, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા, વાડલા સહિતના ગામના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લાનાં વિવિધ ડેમોમાં નવા નીરની આવક- Varsad

કુલ ૦૮ ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો
કુલ ૧૫ ડેમોના જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદ નોંધાયો

રાજકોટ, તા. ૧૪ સપ્ટેમ્બર – રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આજી-૧ ડેમમાં ૦.૧૦ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૩૯ ફૂટ, ગોંડલી ડેમમાં ૦.૬૬ ફૂટ, ફાડદંગબેટી ડેમમાં ૦.૩૩ ફૂટ, ઇશ્વરીયા ડેમમાં ૦.૬૬ ફૂટ અને કર્ણુકી ડેમ અને ઘેલા સોમનાથ ડેમમાં ૧.૩૧ ફૂટ તેમજ માલગઢ ડેમમાં ૦.૮૨ ફૂટ એમ કુલ ૦૮ ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે.

જિલ્લાના કુલ ૨૭ ડેમો પૈકી ૧૫ ડેમોના જળસ્ત્રાવ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૨૮ મી.મી., મોજ ડેમ, ખોડાપીપર ડેમ, ભાદર-૨ ડેમ, આજી-૩ ડેમ, ગોંડલી ડેમ અને ઘેલા સોમનાથ ડેમમાં ૧૦ મી.મી., ફોફળ ડેમમાં ૦૩ મી.મી., વેણુ-૨ ડેમ અને કર્ણુકી ડેમમાં ૦૫ મી.મી., આજી-૨ ડેમ અને વેરી ડેમમાં ૨૦ મી.મી., ડોંડી ડેમમાં ૧૫ મી.મી., ન્યારી-૧ ડેમમાં ૧૨ મી.મી. તેમજ ન્યારી-૨ ડેમમાં ૩૫ મી.મી. વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.

આજી-૧ ડેમ ૧૮મી વખત ઓવરફ્લોઃ હેઠવાસના ગામોમાં સાવધાનીની સૂચના

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતું જળાશય સંપૂર્ણ ભરાઈ ગયું

રાજકોટ, તા.૧૪ સપ્ટેમ્બર – રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી-૧ ડેમ ઓવરફ્લો થયો છે. થોરાળામાં સન ૧૯૫૪માં બનેલો આ ડેમ ૧૮મી વખત છલોછલ થઈ ગયો છે. હાલ ડેમમાં ૦.૦૪૧૬ ફૂટ ઓવરફ્લો ચાલુ છે. આથી બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામના લોકોને નદીના પટમાં

અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવાની સૂચના રાજકોટ પૂર નિયંત્રણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ડેમમાં ૩૬ ક્યુસેકના પ્રવાહની આવક છે. હાલ ડેમમાંથી ૩૬ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જળાશયની ભરપૂર સપાટી ૧૪૭.૫૨ મીટર છે અને જળાશય હાલ પૂરેપૂરું ભરાઈ ગયું છે.

રાજકોટ સિંચાઈ યોજના અંતર્ગતનો આ ડેમ ૧૯૫૪માં બન્યા પછી સૌથી પહેલાં ૧૯૭૬માં, એટલે કે ૨૨ વર્ષે છલકાયો હતો. એ પછી સન ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૭૯ અને ૧૯૮૦માં છલોછલ ભરાયો હતો. જ્યારે ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકા વચ્ચે માત્ર ૧૯૮૩ અને ૧૯૮૮ – એમ બે વાર જ સંપૂર્ણ ભરાયો હતો. એ પછીના ૧૫ વર્ષ સુધી આ ડેમ આખો ભરાયો નહતો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૧૦માં ડેમ છલકાયો હતો. એ પછી વર્ષ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં આ ડેમ સંપૂર્ણ છલકાયો હતો. ગત વર્ષે (૨૦૨૧)માં પણ ડેમ ઓવરફ્લો થયા બાદ આ વર્ષે (૨૦૨૨)માં પણ સારા વરસાદથી ડેમ છલકાઈ ઊઠ્યો છે.

આજી-૧ સિંચાઈ યોજનાનો કુલ સ્ત્રાવ ક્ષેત્ર ૧૪૨.૪૫ ચોરસ કિલોમીટર છે. આ યોજનાની ઓગી ટાઈપ સ્પીલ વેની કુલ લંબાઈ ૬૬૮ મીટર છે. આ યોજનાના ડાબી બાજુના માટી બંધની લંબાઈ ૯૨૯.૮૭ મી. અને જમણી બાજુના માટીબંધની લંબાઈ ૬૫૦ મી. છે. આમ કુલ માટીબંધની લંબાઈ ૧૫૭૯.૮૭ મીટર છે. આ યોજનાનું ક્રેસ્ટ લેવલ ૧૪૭.૫૨ મીટર, સીલ લેવલ ૧૩૮.૬૮ મીટર અને કુલ સપ્લાય લેવલ ૧૪૭.૫૨ મીટર છે. આ યોજનાની કુલ સંગ્રહ શક્તિ ૯૩૩.૩૬ દસ લાખ ઘન ફુટ છે. જેમાં જીવંત જથ્થો ૯૧૭.૮૮ દસલાખ ઘન ફુટ અને મૃત જથ્થો ૧૫.૪૮ દસલાખ ઘનફુટનો સમાવેશ થાય છે. આ યોજનાના પાણીનો ઉપયોગ પીવાના હેતુ માટે થાય છે. જળાશયમાંથી રાજકોટ મહનગર પાલિકાને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...