Ahmedabad News : રાજ્યમાં સૌથી ઝડપી ચાલતી બુલેટ ટ્રેન આગામી સમયમાં શરૂ થવાની છે. પરંતુ તે પહેલા એક સેમી હાઈસ્પીડ ટ્રેન (Semi High Speed Train)ની ભેટ રાજ્યના નાગરિકોને મળશે. આ સેમી હાઈસ્પીડ ટ્રેન નવરાત્રિ સુધીમાં અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai)ની સફર શરૂ કરી શકે છે. આ ટ્રેનને ‘વંદે ભારત એક્સ્પ્રેસ’ ટ્રેન (Vande Bharat Express Train) ઓળખવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્દઘાટન પહેલા આજરોજ 9 સપ્ટેમ્બરે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં આ ટ્રેન અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી પસાર થઈ હતી. આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુંબઈ જવા માટે રવાના થઈ જેને થોડી મિનીટોનો વિરામ વડોદરા ખાતે મળશે.
શું છે ખાસિયત ?
આ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની વિશિષ્ટતા છે કે, તે 180-2000 કિ.મી. પ્રતિ કલાકના વેગે દોડી શકે છે. આ ગતિ હાંસલ કરતા પહેલા તેનું ટ્રાયલ હાલ 130 કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડાવી કરવામાં આવ્યું છે.
વિડીયો- ગણેશોત્સવમાં ઝપાઝપી ! વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રામાં બોલી બટાઝટી
કેટલા લોકો કરી શકે મુસાફરી ?
આ ટ્રેનમાં 16 કોચ હશે અને તેના એક કોચમાં 78 મુસાફરો સવાર થઈ શકે છે. આ 1000 જેટલા લોકો આ ટ્રેન મારફતે આરામદાયક મુસાફરી કરી શકે છે.
ખાસ સુવિધાથી સજ્જ હશે ટ્રેન
ઉપરાંત આ ટ્રેનમાં ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં તેની સીટ ખાસ ડિઝાઈન કરેલી હોય તેને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. આ ટ્રેનમાં જરૂરીયાતની સુવિધા સાથે હાઈટેક સુવિધા જેવી કે WIFI અને ચાર્જિંગ શોકેટ હશે. તેમજ ટ્રેનના દરવાજા ખાસ જીપીએસ અને ઓટોમેટેડ સિસ્ટમથી સંચાલતી થશે.
ક્યારે શરૂ થશે સેવા ?
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આ ટ્રેનના સફળ ટ્રાયલ બાદ આગામી નવરાત્રિ સુધીમાં આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકી શકાય તેમ છે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ પરિચાલન કરશે. જેમાં સોમવારની સવારે અમદાવાદથી ટ્રેન રવાના થશે અને બપોરે મુંબઈ પહોંચી જશે. પરત સાંજના સમયે મુંબઈથી રવાના થશે અને રાત સુધીમાં અમદાવાદ ખાતે પહોંચી જશે.
ભાડું આટલું હશે
સમયની વાત કરીએ તો મળતા અહેવાલ મુજબ આ ટ્રેન મુંબઈ-અમદાવાદનું અંતર 6 કલાકમા કાપશે. જ્યારે તેની ટિકીટના રૂપિયા 3500 નક્કી કરવામાં આવે તેવી માહિતી સુત્રો દ્વારા સાંપડી રહી છે.