Homeમનોરંજનદારૂ ઘુસાડવાનો એકદમ નવો કિમિયો પકડી પાડતી પોલીસ: વલસાડ

દારૂ ઘુસાડવાનો એકદમ નવો કિમિયો પકડી પાડતી પોલીસ: વલસાડ

-

વલસાડ ન્યુઝ : વલસાડ (Valsad)ના ડુંગરી પોલીસને બાતમી મળી હતી કે દમણથી ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ઉંટડી ત્રણ રસ્તા પાસે 2 રિક્ષા અટકાવી હતી. પોલીસે રિક્ષા અટકાવી ચેક કરતા ભેજાબાજ બુટલેગરોનો દારૂ છુપાવવાની રીત જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ હતી.  

પોલીસે ઉંટડી ત્રણ રસ્તા પાસે રિક્ષા અટકાવી તલાસી લીધી હતી. પ્રથમ દ્રષ્ટીએ સામાન્ય જેવી લાગતી રિક્ષામાં ભેજાબાજે દારૂ રિક્ષાના ટોપ વુડ એટલે કે છત પર રાખ્યો હતો. આ પ્રકારે છુપાવેલો દારૂ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા હાથ લાગ્યો હતો. પોલીસે ટોપ વુડ ખોલી ચેક કરતા તેમાંથી 876 બોટલ દારૂ મળી આવ્યો હતો.

વધુ વાંચો- હ્રદય ધ્રુજાવી દેતી ઘટના જીવતું નવજાત બાળક દાટી દીધેલી હાલતમાં મળ્યું

valsad-dungari-police-siezed-liquor-from-auto-rikshaw-top
રિક્ષાના ટોપ પર છુપાવ્યો હતો દારુનો જથ્થો

પોલીસે રૂપિયા 1 લાખ 20 હજારના દારૂ સાથે ગુનાના કામે વપરાયેલી બંને રિક્ષા નંબર GJ-15-TT-5042 અને GJ-15-TT-2289 કબ્જ કરી હતી. પોલીસે દમણથી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસતો અટકાવી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ દારૂનો જથ્થો કોસ્ટલ હાઈવે થઈ બીલીમોરા તરફ જઈ રહ્યો હતો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

વધુ વાંચો- રાજકોટ પોલીસની મહત્વની બ્રાન્ચ ફરી છાપે ચઢી !બુકી ઉઠાવી પૈસા ખંખેર્યાનો અહેવાલમાં દાવો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...