વલસાડ ન્યુઝ : ગતરોજ તારીખ 23 ઑગસ્ટના રોજ અજાણ્યા ધમકી ભર્યા ફોનથી મુંબઈ (Mumbai)ની 7 સ્ટાર ધ લલીત હોટલ (Hotel The Lalit) માં ભય ફેલાયો હતો. ધમકી ભર્યા ફોનમાં જણાવાયું હતું કે, રૂપિયા 5 કરોડ નહીં આપો તો તમારી હોટલમાં પાંચ બોમ્બ લગાવી હોટલ ઉડાવી દેવામાં આવશે. બાદમાં બીજો ફોન કરી ધકી આપી હતી અને ફરી હોટલ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે મામલાના તાર ગુજરાના વલસાડ (Valsad)માં નિકળ્યા છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ગતરોજ મુંબઈની 7 સ્ટાર હોટલ (7 Star Hotel) ધ લલીતમાં રીસેપ્સન પર કામ કરતી મહિલાને ફોન પર ધમકી આપી પાંચ કરોડની માંગણી અને બાદમાં એક્ઝિક્યુટીવ કર્મચારીને ફોન પર ધમકી આપી હોટલ ઉડાવવાનો ભય બતાવારના આરોપી વલસાડથી ઝડપાયા છે. મુંબઈના સહારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસમાં આરોપી વલસાડથી હોવાનું માલુમ પડતા મામલો ગુજરાત પહોંચ્યો હતો.
વધુ વાંચો- જાહેરમાં બંદૂકના ભડાકા કરવા પડ્યા ભારે; વિડીયો વાયરલ થતા રાજકોટ પોલીસે કરી કાર્યવાહી
મુંબઈ પોલીસે આરોપીઓને ગુજરાતના વાપી-વલસાડમાં ટ્રેસ કર્યા હતા. જે બાદ વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાનો મુંબઈ પોલીસે સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ વલસાડ પોલીસની SOG દ્વારા એક ટીમ બનાવી આરોપીને ઝડપી લેવાયા હતા. પોલીસે આ મામલે આરોપી વિક્રમકુમાર સિંગ અને યેશુકુમાર સિંગની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કબૂલાત આપી હતી કે, હોટલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોઈ ઈરાદો ન હતો. તેમણે માત્રને માત્ર પૈસા કમાવા માટે આ કૃત્યુ આચર્યું હતું. સાથે જ તેમણે આ કામને અંજામ દેવા માટે ધ લલીત હોટલના સપ્તાહ સુધી ચક્કર કાપી રેકી કરી હતી. પોલીસે આરોપી પાસેથી 7 મોબાઈલ ફોન અને 12 ચાલુ સીમકાર્ડ તેમજ 50 નવા સિમકાર્ડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. વલસાડ પોલીસે મુંબઈના સહારપુર પોલીસ સ્ટેશનને આરોપી સોંપી કાર્યવાહી કરી હતી.
વધુ વાંચો- નકલી ફિંગર પ્રિન્ટ બનાવી વડોદરામાં ભરતી પરીક્ષામાં પહોંચેલો યુવક ઝડપાયો