Friday, May 13, 2022

તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટનો વિરોધ, સમર્થનમાં પહોંચ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

આજના સમાચાર, Valsad news in Gujarati વલસાડ ગુજરાત : કેન્દ્ર સરકારના તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટનો ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટનો વિરોધ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં થઈ રહ્યો છે. આજરોજ આ પ્રોજેક્ટના વિરોધમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વિસ્તારોને આવતી પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ Par-Tapi-Narmada Link Project કેન્દ્ર સરકારનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. જે પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નિકળ્યા હતા. તેઓ એ સ્થાનિક મામલતદારને આવેદન પત્ર પાઠવી રોષ પ્રગટ કર્યો હતો. આદિવાસી સમાજના લોકો આ રેલીમાં મોટ સંખ્યમાં હાજર હતા. આ આંદોલનના સમર્થનમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ જોડાયા હતા.

તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટનો વિરોધ- સમર્થનમાં પહોંચ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી – Valsad news in Gujarati

valsad news in gujarati jignesh mevani and adivasi leadersat par tapi narmada link project protest image

પાર-તાપી-નર્મદા નદી લિંક પ્રોજેક્ટની વાત કરીએ તો ઈન્ડિયા વૉટર રિસોર્સીસ ઈન્ફોર્મેશન સિસ્ટમ મુજબ તે પશ્ચિમ ઘાટના સરપ્લસ વિસ્તારોમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત કરે છે. જે પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ સાત ડેમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 6 ડેમ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં જ્યારે 1 ડેમ મહારાષ્ટ્રના નાસિકમાં બનશે. આ પ્રોજેક્ટનો વિરોધ આદિવાસી સમાજ સહિત કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો – કમિશન કાંડનો રિપોર્ટ ગુપ્ત ! રાજકોટ પોલીસ પર લાગેલા અન્ય આક્ષેપોની તપાસ ક્યારે ? રમુજ ફેલાઈ, પાર્ટી ફંડ આપો ત્યારે ?

ત્યારે આ પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને સમર્થન આપવા માડે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ વલસાડ ખાતે હાજર રહ્યાં હતા. વિરોધ પ્રદર્શન રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, ‘આ સરકારને આદિવાસી સમાજને 5મી અનુસૂચીનો લાભ નથી આપવો, પેશાનો કાયદો લાગુ નથી કરવો અને જંગલ જમીનના કાયદા હેઠળ 50,000 જેટલા લોકોને જમીન પણ નથી આપવી. પરંતુ ડેમના નામે 50,000 લોકોના જીવન પર બુલડોઝર ફેરવાનું કામ કરવું છે.’

valsad news in gujarati par tapi narmada link project protest image

સાથે જ જીજ્ઞેશ મેવાણીએ પોતાનું સમર્થન જાહેર કરતા કહ્યું હતુ કે, ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓએ નક્કી નહીં કરે કે ડેમ બનશે કે નહીં, આદિવાસી સમાજ નક્કી કરશે કે ડેમ જોઈએ છે કે નહીં, અને ગુજરાતની આદિવાસી જનતાએ કહી દીધું છે કે ડેમ તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય.

- Advertisment -

Must Read

sri lanka new pm ranil Ranil Wickremesinghe gujarati news breaking

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ...