Valsad news Gujarati વલસાડ : રાજ્યના વલસાડ જિલ્લાની સરહદે સ્થિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીમાં એક ગંભીર દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં સન પ્લાન્ટ નામની કંપનીમાં કામ કરતા એક કામદારનું મૃત્યું થયું છે.
પ્રાપ્ત વિગતો મજુબ દાદરા અને નગરહવેલી [Dadra and Nagar Haveli]ના સન પ્લાન્ટ નામના કારખાનામાં કામ કરતા કામદારનું માથું લિફ્ટની બહાર રહી જતા દુર્ઘટના સર્જાઈ હતી. કામદારના મૃત્યુના અહેવાલ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઘટનામાં મૃત્યુ પામેલો શખ્સ સન પ્લાન્ટ કંપનીનો 27 વર્ષનો કામદાર સાગર શર્મા હોવાની વિગતો મળી રહી છે. સાગર શર્મા કંપનીમાં સામાનની હેરફેર કરવા માટે બનેલી લિફ્ટમાં જતો હતો દરમિયાન તેની ગરદન લિફ્ટની બહાર રહી ગઈ હતી. જેના કારણે ગરદન ફસાઈ ગઈ હતી અને લિફ્ટ ચાલુ થઈ ગઈ હોય તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. ગંભીર અકસ્માતના કારણે સ્થળ પર જ સાગરનું મૃત્યું નિપજ્યું હતું.
લિફ્ટમાં જતા કામદારનું માથું ધડથી અલગ થઈ ગયું: દાદરા અને નગરહવેલી Valsad News Gujarati

આ ઘટનાની જાણ થતા જ કંપનીના કામદારો અને સંચાલકો એકત્રીત થઈ ગયા હતા. તેમણે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો કંપનીમાં પહોંચી ગયો હતો. હાલ અધિકારીઓ ઘટના અંગેની તપાસ કરી રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે.