Homeગુજરાતપાંચ વિદેશી યુવતીઓ દારૂ સાથે ઝડપાઈ ! હજારોની કિંમતનો દારૂ જપ્ત

પાંચ વિદેશી યુવતીઓ દારૂ સાથે ઝડપાઈ ! હજારોની કિંમતનો દારૂ જપ્ત

-

Valsad news: પાંચ વિદેશી યુવતીઓ દારૂ સાથે ઝડપાઈ ! હજારોની કિંમતનો દારૂ જપ્ત. વલસાડ જિલ્લાના પારડી પોલીસે પાંચ વિદેશી યુવતીઓની ધરપકડ કરી છે. આરોપી પાંચેય યુવતી થાઈલેન્ડી હોવાની માહિતી છે. યુવતીઓ દમણથી પરત ફરતી વખતે ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે તેમની કારને અટકાવી ચેક કરતા દારૂ મળી આવ્યો હતો.

પારડી પોલીસે વાહન ચેકિંગ કરતા વિદેશી યુવતીઓના વાહનમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી દમણથી લવાયેલો દારૂ અને ઈકો કારને પોલીસે કાર જપ્ત કરી છે.  

ચેક પોસ્ટ પર ઝડપાયેલી યુવતીઓ પાસે મોંઘી બ્રાન્ડની 8 વિદેશી દારૂની બોટલ મળી હોવાના અહેવાલ છે. આ દારૂની કિંમત 40 હજાર આંકવામાં આવી છે. અહેવાલ મુજબ થાઈલેન્ડ મૂળની યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી દમણ ખાતે ફરવા ગયેલી હતી. દમણમાં ખાણીપીણીની મોજ કરી તે ફરી ગુજરાતમાં આવી રહી હતી. દરમિયાન તેમને પોલીસે દારૂ સાથે હોય ઝડપી પાડી હતી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....