Homeગુજરાતવડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાંથી નિવૃત્ત આર્મીમેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

વડોદરામાં વાઘોડિયા રોડ પર કારમાંથી નિવૃત્ત આર્મીમેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

-

Vadodara News Update : વડોદરાના વાઘોડિયા રોડ પર ડી માર્ટથી ગણેશનગર જવાના રસ્તે એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયા રોડના રહીશે કંટ્રોલ રૂમમાં ફોન કરીને કારમાં મૃતદેહ હોવાની જાણકારી આપતા પોલીસે સ્થળ પર પહોંચીને મોતનુ કારણ જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

કારમાં મૃતદેહ હોવાની જાણ થતાં પાણીગેટ પોલીસ અને પીસીબીની (Vadodara PCB) ટીમ પહોંચી હતી ત્યારે GJ3 CR 3016 નંબરવાળી કારમાં મૃતદેહ મળ્યો હતો. કારમાં તપાસ કરતાં મળેલા પાકીટમાં એક ઓળખપત્ર હતું જેમાં મૃતકનું નામ જયેશભાઈ સિંઘવા (ઉ.40) હોવાનું અને દંતેશ્વર રોડ પર રહેતા હોવાનું ખૂલ્યું હતું.

વધુ વાંચો- રાજકોટમાં બે આત્મહત્યાના કિસ્સા એકમાં પ્રેમ બીજામાં આર્થિક ભીંસ જવાબદારનું તારણ

તેઓ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ ONGC માં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતા હતા. કાર સવારે 10 વાગ્યાથી બિનવારસી હાલતમાં પડી હતી જેથી સાંજે તપાસ કરતાં તેમાં મૃતદેહ હોવાનું લાગતા પોલીસને જાણ કરી હતી. ઓખા નજીકના ગામના જયેશભાઈ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ દારૂ પીવાની ટેવ પડી હતી જેથી પત્ની અને પૂત્રએ ટોકતાં તેઓ અલગ રહેતા હતા. પરંતુ મોતનું સાચું કારણ પાસ્ટમોર્ટમ બાદ બહાર આવશે.

વધુ વાંચો- વેરાવળમાં SOG એ ચરસ સાથે ઝડપ્યો આરોપી: ગીર સોમનાથ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...