Homeગુજરાતસોખડા સ્વામિનાયરણ મંદિરના ગુણાતીત સ્વામીના નિધનને લઈ ભક્તોમાં તર્ક વિતર્ક

સોખડા સ્વામિનાયરણ મંદિરના ગુણાતીત સ્વામીના નિધનને લઈ ભક્તોમાં તર્ક વિતર્ક

-

વડોદરાના સમાચાર Vadodara : છેલ્લા કેટલાક સમયથી વડોદરાના સોખડા સ્થિત સ્વામિનારાયણ મંદિર વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. ત્યારે આજરોજ તે મંદિરના ગુણાતીત સ્વામીનું આજે નિધન થયું છે. હાલ આ સમાચાર લખાય છે ત્યારે તેમના પાર્થિવ દેહની અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અચાનક સ્વામિનાયરણ મંદિરના સ્વામી ગુણાતીતનું નિધન થતાં તેમના ભકતોને આંચકો લાગ્યો છે, સાથે જ તેમના નિધનને લઈ વિવિધ અટકળો પણ ચાલી રહી છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે મોડી રાત્રીના ગુણાતીત સ્વામીનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું.

અચાનક ગુણાતીત સ્વામીના નિધનને કારણે કેટલાક ભક્તો મૃત્યુ અંગે તપાસ કરવાની માગણીની અરજી સાથે કલેકટર કચેરી પણ પહોંચ્યા હતા. ભક્તોને ગુણાતીત સ્વામીના નિધન પાછળ કોઈ કાવતરાની શંકા હોવાથી તેઓ તપાસની માગણી કરી રહ્યા છે. ભક્તોના મતે ગુણાતીત સ્વામીના નિધનની તપાસ કરવામાં આવે તો કેટલાક સ્ફોટક તથ્યો સામે આવે છે. ગુણાતીત સ્વામીના નિધનના સમાચાર મળતા વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી સોખડા હરિધામ પહોંચી ગયા હતા.

Vadodara News: સોખડા સ્વામિનાયરણ મંદિરના ગુણાતીત સ્વામીના નિધનને લઈ ભક્તોમાં તર્ક વિતર્ક

છેલ્લા કેટલાક સમયથી હરિધામ સોખડા મંદિરના મેનેજમેન્ટના વિવાદને લઈ ઘણી વખતથી અખબારોના અહેવાલ બની ચૂક્યું છે. ત્યારે આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચતા તાજેતરમાં જ અરજન્ટ સુનાવણી પણ થઈ હતી. કોર્ટે સોખડા મંદિરમાં કથિત રીતે બંધક બનાવેલા 180 જેટલા સંતોના નિવેદન પણ લીધા છે. અને આ સંતોને સતત 4 મહિના ખુબ હેરાનગતી કર્યાની પણ કોર્ટે નોંધ લીધી હતી. ત્યારબાદ આ સંતોને વિવિધ આશ્રમ પર રોકાવા માટેની પરવાનગી મળી હતી. ઉપરાંત સંતોના પાસપોર્ટ અને અન્ય વસ્તુ પરત કરવાનો પણ આદેશ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો હતો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....