Homeગુજરાતમધ્યપ્રદેશમાં જેલથી બચવા મૃત પામેલો શખ્સ ગુજરાત પોલીસ સામે આ રીતે જીવતો...

મધ્યપ્રદેશમાં જેલથી બચવા મૃત પામેલો શખ્સ ગુજરાત પોલીસ સામે આ રીતે જીવતો થયો: વડોદરા

-

Vadodara News વડોદરા ન્યૂઝ : ‘દાટેલા મડદા પણ પોલીસ ધારે તો બોલતા થાય અને સત્ય ઉજાગર થાય’ તે વાત વડોદરા પોલીસના કામ પરથી સાબિત થાય છે. વડોદરા પોલીસે એક મૃત વ્યક્તિને (ચોપડે) જીવતો શોધી લાવી જેલના સળીયા ગણતો કરી દિધો છે. વડોદરા પોલીસની ચતુરાઈને કારણે આરોપીએ મૃત જાહેર થવાનો કીમિયો નિષ્ફળ બની ગયો હતો અને હવે જેલની હવા ખાવી પડશે.

સમગ્ર ઘટના એવી છે કે, મધ્યપ્રદેશના Madhya Pradesh અલીરાજપુરનો અભિષેક આઝાદ જૈન નામના શખ્સને ઈન્દોર પોલીસે હાથ નાર્કોટિક્સ ના ગુનામાં પકડ્યો હતો. ધરપકડ બાદ મધ્યપ્રદેશ પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો હતો જે મામલે કોર્ટે આરોપી અભિષેક જૈનને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે અભિષેક જૈનને 12 વર્ષની સજા ફટાકરી જેલમાં મોકલી આપ્યો હતો. પરંતુ થોડા સમય બાદ જેલમાંથી પેરોલ મેળવી અભિષેક જેલ બહાર આવ્યો અને ફરી જેલમાં ન જવું પડે માટે કીમિયો અજમાવી છટકી ગયો હતો.

જેલની બહાર આવી અભિષેકે એક નકલી મરણનો દાખલો બનાવ્યો અને તેને પોતાનો મરણનો દાખલો બનાવી સગા મારફતે કોર્ટમાં રજુ કર્યો હતો. જે દાખલાની ખરાઈ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો હતો અને મધ્યપ્રદેશ પોલીસે તેની ખરાઈ કરી મરણના દાખલાના આધારે અભિષેકને મૃત જાહેર કર્યો હતો.

પરંતુ ગુજરાતના વડોદરા ક્રાઈમ બ્રાન્ચનના એ.સી.પી. હાર્દિક માકડીયાએ શંકાના આધારે એક શખ્સની અટક કરી હતી. પોલીસ પુછપરછ તો શકમંદ શખ્સ પાસેથી કોઈ માહિતી જાણવા ન મળી પરંતુ., એ.સી.પી. માકડીયાએ શંકા દ્રઢ હોય શકમંદના મોબાઈલ ફોનની તપાસ કરી હતી. જે ફોનની તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

એ.સી.પી. જ્યારે મોબાઈલ ચેક કરી રહ્યા હતા ત્યારે મોબાઈલમાંથી એક મરણના દાખલાનો ફોટો મળી આવ્યો હતો. જે દાખલો શંકાસ્પદ લાગતા પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી હતી દાખલાની તપાસ કરતા ખબર પડી કે આ મરણના દાખલા સથે ચેડા કરવામાં આવ્યા છે. મરણના દાખલાની વિગત ઓનલાઈન પોર્ટર્લ પર ચેક કરતાં મરણનો દાખલો અભિષેક જૈન નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસને આ શખ્સને 12 વર્ષની કોર્ટની સજા ફટકારી હોવાનું પણ માલુમ પડ્યું હતું.

Vadodara News: મધ્યપ્રદેશમાં ચોપડે મૃત પામેલો શખ્સ ગુજરાત પોલીસે જીવતો શોધ્યો: વડોદરા

વડોદરાના ACP હાર્દિક માકડીયાએ આ મરણના દાખલાના આધારે તપાસ કરતા અભિષેક જૈન વડોદરામાં જ હોવાની માહિતી ખુલી હતી. તુરંત જ ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સનો સહારો લઈ અભિષેકને ઝડપી લીધો હતો. પોલીસને અભિષેકને ઝડપવામાં સફળતા મળતા જ મધ્યપ્રદેશ પોલીસ ચોપડે મત્યુ પામેલો અભિષેક જૈન ગુજરાત પોલીસ સામે જીવિત આવ્યો હતો. આ માહિતીના કારણે કીમિયા બાજ અભિષેકને ફરી જેલની હવા ખાવાના દિવસો આવી ગયા છે.

ACPએ આરોપી અભિષેકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતું કે કોર્ટે નાર્કોટીક્સના ગુનામાં 12 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેણે જેલમાં રાખવામાં આવ્યો હતો, પેરોલ પર બહાર આવ્યા બાદ ફરીથી જેલમાં જવા ન માગતો હોવાથી તેણે પૈસાના જોરથી બનાવટી મરણનો દાખલો બનાવ્યો હતો અને કોર્ટમાં રજુ કરી દીધો હતો. મધ્યપ્રદેશ પોલીસે પણ તેને મૃત જાહેર કરતાં તે સજાથી છુટકારો મેળવી લીધો હતો.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...